Abtak Media Google News

ફાર્મસી ભવનના બે કોર્ષને મંજૂરીના મુદ્દે ઈન્સ્પેકશન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આઈઆઈકયુનો રિપોર્ટ નેક સમક્ષ રજૂ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસીના બે કોર્ષની માન્યતા મળી ન હોવાથી યુનિવર્સિટીનો એ-ગ્રેડ નેકે છીનવી લીધો હતો ત્યારે હવે ફાર્મસી ભવનના બન્ને કોર્ષને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માન્યતા મળે તે માટે આગામી તા.૨૩મીએ ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનું ઈન્સ્પેકશન થશે. જેમાં ફાર્મસી કાઉન્સીલની પૂરી ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તપાસ કરશે અને ત્યારબાદ ફાર્મસીના બન્ને કોર્ષને માન્યતા આપવી કે નહીં તે નક્કી કરશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેકમાં એપ્લાય થવા માટે પ્રક્રિયા કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના બે કોર્ષને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માન્યતા ન હોવાથી નેકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આઈઆઈસીએનો રિપોર્ટ રિઝેકટ કર્યો હતો અને તેને લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગ્રેડ છીનવાયો હતો. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાક કપાયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાકને નુકશાન થતાં સત્તાધીશો પણ એકશનમાં આવ્યા છે અને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાને તાત્કાલીક ઈન્સ્પેકશન કરવા માટે અરજી કરવામાં આવતા હવે આગામી તા.૨૩મીના રવિવારના રોજ ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈન્સ્પેકશન માટે આવશે. ઈન્સ્પેકશને લઈ ફાર્મસી ભવનમાં ડો.મિહીર રાવલ સહિતની ટીમ તૈયારીમાં લાગી ગઈ છે. એકાએક ઈન્સ્પેકશનને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેાણીઅને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી પણ ફાર્મસીના બન્ને કોર્ષને મંજૂરી મળી જાય તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે અને તેના ભાગરૂપે એનએફડીડી હોલમાં ફાર્મસી હોલમાં બે કોર્ષને મંજૂરી મળે અને આ બન્ને કોર્ષ માટે કોન્ટ્રાકટ બેઈઝ અધ્યાપકોની નિમણૂંક કરવામાં આવશે તેમ જણાવ્યુંં હતું.

ફાર્મસીના બન્ને કોર્ષને મંજૂરી મળ્યા બાદ યુનિવર્સિટી આઈઆઈકયુનો રિપોર્ટ નેક સમક્ષ રજૂ કરશે અને ત્યારબાદ નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહોંચશે. અને હવે લાગે છે કે ફરી પાછું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ ગ્રેડ મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.