Abtak Media Google News

લોકડાઉન દરમિયાન સમગ્ર દેશ બંધ હતો ત્યારે સ્વની ચિંતા કર્યા વગર ફાર્માસિસ્ટોએ સતત પોતાનાના મેડિકલ સ્ટોર્સને ચાલુ રાખી દર્દીનારાયણની સેવામાં સમર્પિત રહ્યા હતાં

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  આ લોકડાઉન દરમ્યાન માત્ર જીવનજરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો ફરજિયાતપણે બંધ રાખવામાં આવ્યા હતા. આવા જ જીવન જરૂરી એવા મેડીકલ સ્ટોરો લોકડાઉન દરમ્યાન ખુલ્લા રાખવાની મંજુરી આપવામાં આવી હતી. લોકડાઉન દરમ્યાન વિવિધ રોગોથી  પીડાતા દર્દીઓને દવાઓની તકલીફ ન પડે તે માટે તમામ મેડીકલ સ્ટોર સંચાલકોએ પોતાના મેડીકલ સ્ટોરને સતત ખુલ્લા રાખ્યા હતા.

કોરોનાની મહામારીનો ભોગ બનવાની મહત્તમ સંભાવના વચ્ચે પણ ફાર્માસીસ્ટો આ અનોખી સેવાપારાયણતા દ્વારા ખરા અર્થમાં કોરોના વોરિયર પુરવાર થયા હતાં.

લોકડાઉનમાં કેમીસ્ટ એસો.એ હંમેશા લોકહિતને પ્રાધાન્ય આપ્યું છે: મયુરસિંહ જાડેજા

Vlcsnap 2020 06 10 16H28M58S804

રાજકોટ કેમસ્ટ અને ડ્રગીસ્ટ એસોસીએશનના પ્રમુખ અને આશાપુરા મેડિકલ સ્ટોરના માલીક મયુરસિંહ જાડેજાએ અબતક સાથેનાી મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમારા મેડિકલ સ્ટોર પર લોકોની જરૂરીયાત મુજબની દેરક દવા મળી રહે છે. જયારે કોરોનાની મહામારી જ શરૂ થઇ ત્યારે રાજકોટ સહિત દેશભરમાં અચાનક જ માસ્કની અછત ઉભી થઇ હતી.

Vlcsnap 2020 06 10 16H29M25S464

જેને લઇને કાળા બજારી શરૂ થઇ હતી  ત્યારે અમારા એસોસીએશને સીધા મેન્યુફેકચરોનો સંપર્ક કરીને થ્રી લેયર મેડીકલ માસ્ક રાજકોટમાં ફકત સાત રૂપિયામાં વહેચ્યા હતા. એ-૯૫ માસ્કનું ચલણ ભારતમાં ન હતું. જેથી મેન્યુફેકચર ન હતા ત્યારે ફકત પચાસ રૂપિયામાં માસ્ક મળી રહે તેવી વ્યવસ્થા અમારા એસોશિએશન દ્વારા કરવામાં આવી હતી.

Vlcsnap 2020 06 10 16H29M07S684

સેનેટાઇઝરની જયારે માંગ ઉભી થઇ ત્યારે અમે પ૦ રૂ. માં મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અમારું એસોસીએશન હંમેશા લોકો હીતનો  પહેલા વિચાર કરે છે. પછી ધંધોનો વિચાર કરે છે અમારો વ્યવસાય જ લોકસેવા કરવાનો છે.

લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં દવાઓની  હોમ-ડિલિવરી કરી: મુકેશભાઈ પટેલ

Vlcsnap 2020 06 10 16H27M35S397

શહેરનાં અમીન માર્ગ પર આવેલા જાણીતા પાયલ મેડીકલ સ્ટોરના માલીક મુકેશભાઈ પટેલએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ અમારી મુખ્ય વિશેષતા છે કે સૌરાષ્ટ્ર કક્ષાએ સારામાં સારો મેડીકલ સ્ટોર અમારો છે. અમે ગ્રાહકોને હોમડીલેવરી આપીએ છીએ. દરેક પ્રકારની દવા,કોસ્મેટીક આઈટમ અહી સરળતાથી મળી રહે છે.

Vlcsnap 2020 06 10 16H28M02S159

બહારગામના ગ્રાહકોને કુરીયર દ્વારા દવા પહોચાડવામાં આવે છે. અમારા મેડીકલ સ્ટોરમાં અનેક કાઉન્ટર હોય ગ્રાહકોને અહી રાહ જોવી પડતી નથી. દવા કોઈ કારણસર બદલાવવાની હોય તો એ પણ કરી આપીએ છીએ બેંકીંગ થ્રુ પેમેન્ટ પણ કરી શકે છે. લોકડાઉનમાં મોટાપ્રમાણમાં દવાઓની હોમ ડીલેવરી કરીને અમારી ફરજ પુરી પાડી હતી.

લોકડાઉનમાં અમારો મેડિકલ સતત કાર્યરત રહ્યાનું ગૌરવ: પ્રજ્ઞેશભાઈ સુચક

Vlcsnap 2020 06 10 16H45M36S142

શહેરનાં હનુમાનમઢી ચોકમાં આવેલા અગ્રણી મેડીકલ સ્ટોર દેવપુષ્પમેડીકલના પાર્ટનર પ્રજ્ઞેશભાઈ સુચક એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમો ૨૦૦૨થી મેડીકલ સ્ટોર ચલાવીએ છીએ અહી દરેક ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. સાથેસાથે ગ્રાહકોને હોમડીલીવરીની વ્યવસ્થા પણ છે.

Vlcsnap 2020 06 10 16H45M06S95

દરેક પ્રકારનાં પેમેન્ટ પણ અહી સ્વીકારવામાં આવે છે. બહારગામના ગ્રાહકો માટે કુરીયર સુવિધા આપવામા આવે છે. અમારા મેડીકલમાં ૪૦ હજાર જાતની એલોપેથીક, હોમીયોપેથીક સહિતની તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે.

Vlcsnap 2020 06 10 16H45M25S24

અમે આજે જે ઉંચાઈએ પહોચ્યાછીએ તેઅમારા ગ્રાહકના સહકારથી થયું છે. લોકડાઉન દરમ્યાન અમોએ સતત મેડીકલ ચાલુ રાખીને અમારા ગ્રાહકોની શકય એટલી સહાય કરવાનો પ્રયાસ કર્યો છે.

લોકડાઉન દરમિયાન ફ્રી હોમ ડિલિવરીની સેવાઓ આપી હતી: સુરેશભાઈ ગોપલાણી

Vlcsnap 2020 06 10 16H54M04S88

શહેરનાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા જાણીતા ગોપલાણી મેડીકલનાં સુરેશભાઈ ગોપલાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ૨૨ વર્ષથી અમારો મેડીકલ કાર્યરત છે. છેલ્લા બે મહિનાથી ગ્રાહકોને હોમડીલીવરી આપીએ છીએ રોજના ૪૦ થી ૪૫ લોકોને આ સેવા આપીએ છીએ.

Vlcsnap 2020 06 10 16H54M27S70

અહી દવા લેવા આવનારા વ્યકિતઓમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવે છે. લોકડાઉન દરમિયાન કર્મચારીઓએ ખૂબ સહકાર આપ્યો છે. વચ્ચે થોડો સમય સ્ટોકનો પ્રશ્ર્ન થયો હતો પરંતુ હવે રેગ્યુલર થઈ ગયું છે. જયાં સુધી દવાની શોધ નથી થઈ ત્યાં સુધી આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. અત્યારની સ્થિતિમાં મેડીકલ સ્ટોર અડધો દિવસ ખૂલ્લો રહે છે. જયારે પહેલા પૂરોદિવસ ખૂલ્લો રહેતો.

કોરોનાકાળમાં નિભર્યપણે ફરજ બજાવી શકયાનો આનંદ અને ગર્વ: હરેશભાઈ ખૂંટ

Vlcsnap 2020 06 10 16H28M30S982

શહેરના વિધાનગર મેઈન રોડ પર આવેલા અગ્રણી ફાર્માસીસ્ટ ધરતી મેડીકલના માલીક હરેશભાઈ ખૂંટે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમો દરેક દવાની હોમ ડિલીવરી કરીએ છીએ મહતમ ડિસ્કાઉન્ટ આપીએ છીએ અમારે ત્યાં દરેક દવઓ મહતમ પ્રમાણમાં હાજર હોય છે.

Vlcsnap 2020 06 10 16H28M49S494

કદાચ કોઈ દવા ના હોય તો મીનીટોની અંદર મંગાવી આપીએ છીએ. દવા ઉપરાંત કોસ્મેટીક સર્જીકલ વસ્તુઓ પણ મળી રહે છે. કલેકટર તંત્રએ લોકડાઉનમાં પણ ખૂબ સહકાર આપ્યો હતો અને અમોને તાત્કાલીક પાસ આપવામાં આવ્યા હતા.

Vlcsnap 2020 06 10 16H28M43S158

અમારે ઓનલાઈન પેમેન્ટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. કોરોનાકાળમાં અમારે અમારા કામ કરવું એ અમારી ફરજ છે. અમને પણ એ વાતનો આનંદ અને ગર્વ છે.

માસ્ક અને સેનેટાઈઝરની અછત સમયે નિયત ભાવે વેંચાણ કર્યાનું ગૌરવ: નિલેશભાઈ પટેલ

Vlcsnap 2020 06 10 16H46M13S247

શહેરનાં એસ્ટ્રોન ચોકમાં આવેલા અગ્રણી મેડીકલ સ્ટોર શ્રીનાથ મેડીકલના પાર્ટનર નિલેષભાઈ પટેલ એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમારે ૧૫ વ્યકિતઓનો સ્ટાફ છે. અમે મેકસીમમ ટાઈમ સ્ટોર ખૂલ્લો રાખીએ છીએ અમારે ત્યાં જેનરીક, આયુર્વેદિક, એલોપેથીક તમામ પ્રકારની દવાની વ્યાજબી ભાવે ડીસ્કાઉન્ટ સાથે આપવામાં આવે છે. ગ્રાહકોને સંપૂર્ણ રીતે સહકાર આપીએ છીએ.

Vlcsnap 2020 06 10 16H45M58S104

ગ્રાહકોને લોકડાઉનમાં પાંચ રૂપીયાથી લઈને પાંચ હજારની દવા અમે દરેક પ્રકારની હોમ ડીલેવરી આપી હતી. ડીજીટલ પેમેન્ટ પણ સ્વીકારીએ છીએ લોકડાઉનમાં પણ લોકોએ સંપૂર્ણ સહકાર આપ્યો છે. કોરોનાને કારણે માસ્ક અને સેનેટાઈઝરની શોર્ટેજ ઉભી થઈ હતી ત્યારે આજે પૂરતો સ્ટોક રાખ્યો હતો તો પણ રેગ્યુલર ભાવમાં વેચાણ કર્યું હતુ કાળાબજારી કરી નહોતી.

કુરીયર એસો. અને સંઘની મદદથી વધારેમાં વધારે હોમ ડિલિવરી કરી શકયા: નાથાભાઇ સોજીત્રા

Vikash Pharmasy 3

શહેરની અગ્રણી ફાર્મસી એવી એસ્ટ્રોનના નાલા સામે આવેલી વિકાસ ફાર્મસીના માલીક નાથાભાઇ સોજીત્રાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે ૩૦ વર્ષથી મેડીકલ સ્ટોર ચલાવીએ છીએ. અમારી પાસે તમામ મેડીકલ કંપનીઓની ત્રણ લાખ કરતા વધારે દવાઓનો સ્ટોર હંમેશા હોય છે. જેથી રાજકોટ જ નહીં ગુજરાતભરના તમામ ડોકટરોના પ્રિસ્કીપ્શનની દવા હાજરમાં મળી જાય છે. અમારી ફાર્મસીમાં ૯૦ કર્મચારીઓનો કવોલીફાઇડ અને વિનમ્ર સ્ટાફ છે. લોકડાઉન દરમ્યાન અમારી ફાર્મસી સતત ચાલુ હતી અને એકપણ દિવસ બંધ રાખેલી નથી. આ સમયગાળા દરમ્યાન અમારે દવાની હોમ ડીલેવરીની ડીમાન્ડ વધી ગઇ હતી. જેને પહોંચી વળવા અમોને અમારા સ્ટાફ ઉપરાંત કુરીયર એસોસીએશન અને આર.એસ.એસ.ના સ્વયંસેવકોનો સાથ સહકાર મળ્યો હતો. જેથી, અમો લોકડાઉનના કપરા કાળમાં પણ સરળતાપૂર્વક ગ્રાહકોની સેવા કરી શકયા છીએ.

Vikash Pharmasy 1

અમારી ફાર્મસીની ઓનલાઇન એપ પણ ગ્રાહકોને લોકડાઉનમાં ભારે ઉપયોગી થઇ છે. જેના દ્વારા ગ્રાહકોને દવાના ઓર્ડર અમને મોકલ્યા છે. અમે ગ્રાહકોને પાસેથી પેટીએમથી લઇને બેન્ક એકાઉન્ટ ઉપરાંત કાર્ડથી પણ પેમેન્ટ લતા હોય ગ્રાહકોને પેમેન્ટની અનુકુળતા રહે છે. અમારી ફાર્મસી વર્ષના ૩૬૫ દિવસમાં કોઇપણ તહેવારમાં રજા રાખ્યા વગર સવારના સાત થી રાત્રિના બે વાગ્યા સુધી હોય છે. અમારો ૩૦ કર્મચારીઓનો સ્ટાફ એક સાથે બિલ બનાવી શકતો હોય ગ્રાહકોને વધારે સમય રાહ જોવી પડતી નથી અમારી ફાર્મસીમાં મારા ઉપરાંત મારા કવોલીફાઇડ ફાર્મસીસ્ટ સતત હાજર હોય છે.

ફાર્માસીસ્ટને કોરોના વોરિયર તરીકે બિરદાવવાથી આનંદ અને ગર્વ: રોહીતભાઇ ડોબરિયા

Vlcsnap 2020 06 10 16H46M33S198

શહેરના સરદારનગર મેઇન રોડ પર આવેલા અગ્રણી મેડીકલ સ્ટોર વિકાસ મેડીકલ સ્ટોરના પાર્ટનર રોહિતભાઇ ડોરબીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષથી અમારો સ્ટોર છે. સવારના ૭ થી ૧ર વાગ્યા સુધી કાર્યરત છે. હોમ ડીલીવરીની સાથો સાથે કુરીયર સુવિધાઓ પણ રાખવામાં આવેલ છે. ર લાખથી વધુ પ્રકારની દવાઓનો સ્ટોક છે.

Vlcsnap 2020 06 10 16H46M50S110

ગ્રાહકોની વ્યવસ્થા માટે ૩૦ કાઉન્ટર છે. ૬૦ કર્મચારીઓનો વિનમ્ર સ્ટાફ છે. કોઇપણ રીતના ડીજીટલ પ્રકારનું પેમેન્ટ અહીં અમે સ્વીકારીએ છીએ. લોકડાઉનમાં કુરીયર સેવાના સહયોગથી અમે ઘરે ઘરે દવાઓ પહોચાડી છે. અમે એપ્લીકેશન પણ બનાવેલ છે.

જેના દ્વારા પણ દવા વિશે જાણી શકે તેમજ ઓર્ડર પણ કરી શકે છે. લોકડાઉન દરમ્યાન અમો સતત કાર્યરત રહ્યા છીએ. ફાર્માસીસ્ટોને કોરોના વોરીયર તરીકે બિરદાવવામાં આવેત્યારે ખુલ આનંદ અને ગર્વ થાય છે

આ પડકારરૂપ સમયગાળામાં ગ્રાહકોને સેવા આપી શકયાનો સંતોષ: પિયુષભાઈ જરીયા

Vlcsnap 2020 06 10 16H58M26S157

શહેરનાં મોટી ટાંકી ચોકમાં આવેલા પ્રખ્યાત યશ મેડીકલના પિયુષભાઈ જરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે કોરોનાની શરૂઆતનાં સમયમાં થોડો ડરનો માહોલ હતો. લોકડાઉન દરમિયાન અમે હોમડીલેવરી આપીને સેવા પુરી પાડી હતી. અમારો સ્ટાફએ પણ લોકડાઉન દરમિયાન સંપૂર્ણ સહકાર આપ્યો હતો.

Vlcsnap 2020 06 10 16H57M58S132

બે મહિનાનો સમયગાળો પડકાર રૂપ હતો. અમારે ખૂબ સંઘર્ષ રહે તો પરંતુ હિંમત અને સેવાની ભાવનાથી આ કપરા સમયમાંથી બહાર નીકળી ગયા છીએ. આવનારા સમયમાં આપણે જ સાવચેતી રાખવી પડશે તો જ કોરોના સામે લડી શકાશે.

માસ્કના કાળાબજાર સમયે અમે ઓછા ભાવે માસ્ક વેચ્યા છે: જયેશભાઈ કાલરીયા

Vlcsnap 2020 06 10 16H47M36S64

શહેરનાં સરદાર નગર મેઈન રોડ પર આવેલા જાણીતા મેડીકલ સ્ટોર એબીસી મેડીકલના પાર્ટનર જયેશભાઈ કાલરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોવીડ ૧૯ની જે આપતિ આવી ત્યારે શરૂઆતથી જ તમામ પ્રકારની સાવચેતીઓ રાખવામાં આવી હતી. બજારમાં જયારે માસ્કના કાળાબજાર થતા હતાત્યારે સાવ ઓછા ભાવથી વેચ્યા હતા વર્ષ ૧૯૮૨થી અમારો મેડીકલ કાર્યરત છે. અને રાજકોટમા ૨૪ કલાક ચાલતો સા પ્રથમ મેડીકલ સ્ટોર અમારો હતો. લોકડાઉન દરમ્યાન અને અત્યારે ગ્રાહકને હોમડીલીવરી તેમજ કુરીયરથી દવઓ પહોચાડવામાં આવે છે.

Vlcsnap 2020 06 10 16H47M11S71

ડીજીટલ પેમેન્ટ પણ અમારા મેડીકલ સ્ટોર પર કરવામાં આવે છે. એક મેડીકલ સ્ટોર સંચાલક તરીકેની ફરજ ના ભાગ રૂપે અમેકોરોનાની મહામારીના કપરા સમયે પણસેવા આપી છે. અમને કોરોના વોરીયરનું બિરૂદ અપાયું તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.