Abtak Media Google News

વડિયા pgvclનીચે આવતા ચારણીયા ગામે સરપંચ ઉકાભાઈ દુદાભાઈ સાવલિયાના જણાવ્યા મુજબ અતિવૃષ્ટિ થયા બાદ આ ગામતળ માંથી ઇલેવન કેવી ની લાઈનો નીચે લબળતી કાઢવામાં આવી છે

જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે  પશુ, સ્વાનો,અને માનવો માટે જોખમી છે લોકો ભયમાં જીવી રહયા છે અને જે પોલ ઉભા કર્યા છે તે જમીનો મા ખોદકામ પૂરું કર્યા વગરના છે જેથી કરીને ટીસી આખું ઝૂકી ગયું છે અર્થીગ ખુલ્લા ટીસી પાસે નજરે પડે છે ને ગામના મેઈન રોડ ઉપર પોલ પોચી જમીનોમા ઉભા કરવામાં આવ્યા છે નથી ફાઉન્ડેશન ભરેલું કે નથી અર્થીગમા પીવીસી પાઇપો નાખાવામા આવેલ આ ઇલેવન કેવી લાઈન ની નીચે બસ સ્ટેન્ડ પશુ ના પાણી ના અવેડા અને બહેનોને કપડા ધોવાના ઘાટ છે અને આ ઇલેવન કેવી લાઈન ના પોલ ઉપર ગુચ્છા કરીને તંત્ર એ પોતાના અને કોન્ટ્રાકટર ના રોટલા સેકવામાં ધ્યાન આપ્યું છે વડીયા સબડીવીજન ના કોન્ટ્રાકટર ના કામ ઉપર કોઈ રોકટોક વગર અને સુપરવાઈઝર ની ઉપસ્થિ વગર કોઈ ઉચ્ચ અધિકારીઓ ચેકીંગ કરતા નથી ફક્ત લોલમલોલ અને તંત્રની મિલીભગત થી ટકાવારીમાં ને માત્રનેમાત્ર બિલો પાસ કરવામાં ધ્યાન આપી રહ્યું છે તંત્ર .તો ચારણીયા ના સરપચ ની માગણી છેકે કોઈ જાનહાની થાય તે પહેલા આ કામની પુરી તપાસ થાય અને કોન્ટ્રકટરો ના કામમા પોલ અને અર્થીગો ની પુરી તપાસ કરવામાં આવે કોન્ટ્રાકટર ની ભૂલ ને લીધે કોઈ પરિવારને કે કોઈ પશુને ભોગ બનવું પડે તે પહેલા વડિયા સબડીવીજન ના તમામ કોન્ટ્રાકટર ના કામમા પોલ અને અર્થીગ ની પુરીતપાસ કરાવે જેથી કરીને કોઈ જાનહાની ના થાય

Gujrat News | Rajkot
gujrat news | rajkot

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.