Abtak Media Google News

એક તરફ માફી યોજનામાં નવું કનેકશન અપાઈ છે તો બીજી તરફ બીલ ભરવામાં મોડુ થાય તો અધિકારીઓ કનેકશન કાપી નાખવાની આપે છે ધમકી

પીજીવીસીએલની બેધારી નીતી સામે મેટોડા જીઆઇડીસીના એક ગ્રાહકે પોતાની વ્યથા ઠાલવી છે.

જે લોકો પાવર ચોરી કરે છે જેના વિજ કનેકશનો કપાઇ ગયા હોઇ સમયસર બીલ ન ભરેલ હોય તેવા ડિફોલ્ટ વાળા ગ્રાહકોને સરકાર માફી યોજના આપે છે. અને ફરી વિજ જોડાણ આપે છે એક બાજુ સરકારી ગ્રાહકને મદદરુપ થાઇ છે. તો બીજી બાજુ પીજીવીસીએલના અમુક અધિકારીઓ ગ્રાહક સાથે માનવતા મુકી એક બીલ ભરવામાં થોડા સમય લાગી જાય તો ટેલીફોનથી પોતાના મોબાઇલથી ગ્રાહકને તાત્કાલીક વિજ બીલની બાકી રકમ ભરવા મજબુર કરે છે. અને વગર નોટીસે એક જ બાકી બીલ હોઇ તો પણ કનેકશન કાપી નાખવાની કાયદાકીય ધમકીઓ આપે છે. અને ગ્રાહકની પરિસ્થિતિને સમાજવા તૈયાર  થતાં નથી આવું જ મેટોડા જીઆઇડીસી સબ ડીવીઝન પીજીવીસીએલ ના ગ્રાહક સાથે બન્યું છે.

7537D2F3 7

બીલ કલેકશનમાં નીકળેલ અધિકારીએ આ ગ્રાહકનું બીલ તો માત્ર ૧૫૪૨ રૂપિયા જ હતું તે પણ આગલા બે માસનું તે ગ્રાહક પાસે તાત્કાલીક ભરાવ્યું હતું. ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ જોયા વગર આવી બે ધારી નીતી પીજીવીસીએલની કેમ ચાલી તેવો પ્રશ્ર્નો ઉઠવા છે આ માટે યોગ્ય થવું જોઇએ તેવી માગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.