Abtak Media Google News

શહેરના ૨૧ સબ ડિવિઝનોમાં તહેવારને ધ્યાને રાખી કોઈ ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે ઈજનેરો અને લાઈન સ્ટાફની રાઉન્ડ ધ કલોક શિફટ ગોઠવાઈ

રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૧ સબ ડીવીઝનો આવેલા છે. કુલ પાંચ લાખ  થી વધુ ગ્રાહકોને રાજકોટ શહેરમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. હાલમાં દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે. દિવાળી એ રોશનીનો તહેવાર છે એટલે પીજીવીસીએલ ના ગ્રાહકો ને સાતત્ય પૂર્વક વીજ પુરવઠો પૂરો પાડવા માટે આગોતરું આયોજન કરવામાં આવેલ  છે.

પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ ના તમામ ગ્રાહકોને સાતત્ય પૂર્વક વીજ પુરવઠો મળી રહે અને ગ્રાહકોની ફરિયાદો નું ત્વરીત નિરાકરણ આવે તે હેતુ થી સબ ડિવિઝનોમાં ઈજનેરો અને લાઈન સ્ટાફ ની રાઉન્ડ ધી કલોક શિફ્ટ ગોઠવવામાં આવેલ છે. તમામ ને ફરજ સોપાઈ ગયેલ છે. જરૂરી માલ સામાનનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રાહકોને જણાવવાયું છે કે દિવાળી એ એક ઉત્સાહ અને ઉમંગ નો તહેવાર છે. કોઈપણ પ્રકારના વીજ અકસ્માત ની દુર્ઘટના ના બને તે માટે વિશેષની કાળજી રાખવાની જરૂર છે.  વીજ નેટવર્ક થી સલામત અંતરે રહેવું,  વીજ નેટવર્ક જેમ કે એચ.ટી. લાઈન, એલ.ટી. લાઈન, ટ્રાન્સફોર્મર સેન્ટર ની નજીક ફટાકડા  રોકેટ ના ફોડવા,  શોર્ટ સર્કીટ ના બનાવ બને ત્યારે વીજ કચેરીના ફરિયાદ નિવારણ કેન્દ્રમાં તુરંત જાણ કરવા શહેર વર્તુળ કચેરીનાં અધિક્ષક ઈજનેર પી.એન.વ્યાસની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.