Abtak Media Google News

જનજાગૃતિ રેલી અને સેફટી ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજાયો

પીજીવીસીએલ-રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા ‘ઉર્જા સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનામવા રોડ, શહેર વર્તુળ કચેરીથી પીજીવીસીએલ રાજકોટ સ્થિત તમામ કર્મચારી ભાઈઓ-બહેનો દ્વારા વીજ બચત અને વીજ સલામતી અંગે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ. પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર એચ.આર.સુથાર દ્વારા આ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવેલ. સમગ્ર રેલીનું આયોજન અધિક્ષક ઈજનેર પી.એન.વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. કોર્પોરેટ ઓફિસમાંથી એ.જી.પરીખ, મહેતા, ધામેલીયા તથા આશરે ૪૫૦થી વધુ લાઈન સ્ટાફ, કર્મચારી ભાઈઓ-બહેનો દ્વારા આ રેલીમાં ભાગ લઈ રેલી સફળ બનાવેલ હતી.

શહેર વર્તુળ કચેરી દ્વારા અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબીલી બાગ ખાતે ઈજનેરો તથા લાઈન સ્ટાફ માટે સેફટી ફિલ્મ નિર્દશનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ થી વધુ ટેકનિકલ કર્મચારીઓ તથા કોન્ટ્રાકટરો હાજર રહેલ. કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર જે.કે.નથવાણી દ્વારા વીજ અકસ્માત થયા બાદ પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. લાઈન સ્ટાફ તથા ઈજનેરો દ્વારા તથા અધિક્ષક ઈજનેર પી.એન.વ્યાસ દ્વારા વીજ સલામતી અંગે જ‚રી સુચનો વકતવ્ય આપવામાં આવેલ.

વધુમાં આ સપ્તાહમાં વિભાગીય કચેરી દ્વારા લાઈન સ્ટાફ માટે મોકડ્રીલનું આયોજન, વિવિધ અકસ્માતોની ચર્ચા, સલામતી અંગેના સુત્રો, અકસ્માત નિવારણ માટે બે ફીડરો ઉપર પરીક્ષણ, વીજ સલામતી અંગેની પ્રતિજ્ઞા, વીજ સલામતી અને ઉર્જા બચત માટે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા, પેમ્પલેટ વિતરણ, લાઈન સ્ટાફ માટે વીજ સલામતી અંગે વર્કશોપનું આયોજન, જુદા જુદા જાહેર સ્થળોએ સલામતી અને વીજ બચત અંગેનું નિદર્શન તથા માર્ગદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન વર્તુળ કચેરી તથા વિભાગીય કચેરીઓ દ્વારા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.