Abtak Media Google News

સમગ્ર દેશમાં ૩૩ હજાર લોકોને રસી અપાય, રસીની આડઅસરથી ભારે ઉહાપોહ

નોર્વેમાં નવા વર્ષના ૪ દિવસ પછી ફાઈઝરની વેક્સીનનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ રસી દેશના ૩૩ હજાર લોકોને આપવામાં આવી છે.હવે ઘણા લોકોને રસી આપ્યા પછી નોર્વે મેડિસિન એજન્સીએ કહ્યું છે કે, ૨૯ લોકોમાં આડઅસર જોવા મળી છે. જેમાંથી ૧૩ લોકોનાં મોત નીપજ્યાં છે.

રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકના અહેવાલો અનુસાર, નોર્વેની મેડિસિન એજન્સીના મેડિકલ ડાયરેક્ટ સ્ટીનર મેડસેને દેશના રાષ્ટ્રીય પ્રસારણકર્તા એનઆરકે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ’આ ૧૩ મૃત્યુમાંથી નવ ગંભીર આડઅસરના કેસ છે. નોર્વેમાં કુલ ૨૩ મૃત્યુ રસીકરણ સાથે જોડાયેલા છે. તેમાંથી અત્યાર સુધી ૧૩ લોકોની તપાસ કરવામાં આવી છે. મેડસેને કહ્યું કે, જે લોકોના મૃત્યુની તપાસ કરવામાં આવી છે તેમાં બીમાર અને વૃદ્ધ લોકો પણ હતા જે નર્સિંગ હોમ્સમાં રહેતા હતા. મૃત્યુ પામનારાઓમાં બધાની ઉમર ૮૦ વર્ષથી ઉપરની હતી. તેમણે કહ્યું, ’એવું લાગે છે કે આ દર્દીઓને રસી લગાડ્યા પછી તાવની આડઅસરથી પીડાતા હતા. જેનાથી તેઓ ગંભીર રીતે બીમાર થયા હતા. બાદમાં તેમનું મોત નીપજ્યું હતું. નોર્વેના નવ દર્દીઓ જેમને ગંભીર આડઅસર થઈ છે તેમાં એલર્જીક રિએક્શન, અતિશય અગવડતા અને વધુ તાવ શામેલ છે. આ સિવાય ૭ દર્દીઓમાં ઓછી આડઅસરો જોવા મળી હતી. આ પછી પણ નોર્વે મેડિસીન એજન્સીએ અધિકારી ઓને કહ્યું છે કે રસી આપતા પહેલા લોકોને કાળજીપૂર્વક ઓળખો. મેડસેને કહ્યું કે, જેમને રસી આપવાની છે તેમની સતકર્તાપૂર્વક ઓળખ કરવી જોઈએ. જેઓ ગંભીર રીતે બીમાર છે તેમને એક પછી એક તપાસ કર્યા પછી જ રસી આપવી જોઈએ.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.