Abtak Media Google News

વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતે કહી ચૂક્યા છે કે આ વખતે બજેટ બધાને ખુશ કરનાર નહી હોય, એટલે કે સરકાર જાણે છે કે આ બજેટ સમાજના એક મોટા વર્ગને નારાજ કરી શકે છે

બજેટનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે આ વખતનું બજેટ લોકોને ખુશ કરનારું નહીં હોય એટ્લે સમાજનો એક મોટો વર્ગ નારાજ થઈ શકે છે. તેમ છતાં સરકાર તેનું સમાધાન શોધી રહી છે. કેન્દ્ર સરકાર PFના દરમાં બજેટની નારાજગી પર મલમ લગાવાની તૈયારી કરી રહી છે. માહિતી અનુશાર PFમાં જમા રાશિઓ પર વ્યાજનો દર ગત વર્ષ કરતાં 8.65% ના સ્તરને કાયમ રાખવા માટે કામ કરી રહી છે.

સરકાર 2015માં ખરીદવામાં આવેલા ઈપીએફઓના કેટલાક શેરને વેચવાની યોજના બનાવી રહી છે જેથી રિટર્નની વાપસી 8.56 ટકા થઇ શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઈપીફઓ પોતાની આવક વધારવા માટે લગભગ 2000 કરોડ રૂપિયાના શેર વેચવાની તૈયારી કરી રહી છે. તેનાથી 850 કરોડ રૂપિયાની વધારાની આવક થશે અને ઇનકમ પીએફ રેટ નક્કી કરવામાં મદદ કરશે. ઇપીફઓ સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટી પીએફ રેટ અને શેરના વેચાણની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે આગામી મહિને બેઠક કરશે. જાણકારો કહે છે કે ટ્રસ્ટ્રીઓએ ફંડ મેનેજર્સને પોતાના કમીશનમાં કાપ કરવાનો આગ્રહ કર્યો છે જેથી તે પોતાના ગ્રાહકો સુધી વધુ લાભ પહોંચાડી શકે.

વર્ષ 2016-17માં પીએફના દર 8.56 હતા. વર્ષ 2015-16માં આ જ દર 8.8 અને તે પહેલાં 2013-14 તથા 2014-15 માટે આ દર 8.75 ટકા હતા. ઇપીએફઓ ઇક્વિટીમાં એક્સચેંજ-ટ્રેડેડ ફંડ્સના માધ્યમથી રોકાણ કરે છે જેમાં ઘણા શેર સામેલ હોય છે જે નિફ્ટી અથવા સેંસેક્સ જેવી ઈન્ડેક્સની સંરચનાને દર્શાવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલયે પહેલાં શ્રમ મંત્રાલયને નાણાકીય વર્ષ 2017-18ના વ્યાજદરને 8.5 ટકા સુધી ઓછો કરવાની પ્રોફેશનલ્સ અને વિપક્ષોની તપાસ કરવા માટે કહ્યું હતું, કારણ કે આ બચત યોજનાના લગભગ 6 કરોડ સભ્ય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.