Abtak Media Google News

પેટ્રોલીયમ મંત્રી, નાણામંત્રીને ભારપૂર્વક રજુઆત

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પેટ્રોલ,ડીઝલ તથા ઓઇલના સતત અને તીવ્ર ગતિએ વધી રહેલા ભાવના તાત્કાલીક નિરાકરણ અંગે કેન્દ્રીય પેટ્રોલીયમમંત્રી, નાણામંત્રી તથા પીએમઓ ઓફીસને ભારપૂર્વક કરવામાં આવી છે.

કોવિદ-૧૯ ની મહામારી અને આનુસંગીક લાગુ કરાયેલ લોકડાઉનના કારણે વેપાર ઉઘોગકારો તથા પ્રજાજનો ઉ૫ર વિપરીત અસર પડેલ છે. વૈશ્ર્વિક મંદી તથા લોકડાઉનનો આકરો પ્રહાર સહન કરી તેમાંથી ઉજાગર થવા લોકો ઝઝુમી રહ્યા છે ત્યારે આવા કપરા સમય દરમ્યાન સમગ્ર દેશમાં હવે પેટ્રોલ-ડીઝલ અને ઓઇલના ભાવ વધારાનો આકરો ડામ મળ્યો છે.

આંતર રાષ્ટ્રીય સ્તરે બજારમા ફ્રુડનો ભાવ ઘટયો હોવા છતાં ડીઝલ, પેટ્રોલમાં દિન પ્રતિદિન ભાવ વધી રહેલ છે. જે ખુબ જ અન્યાયકર્તા છે. અને ડિઝલમાં પણ ભાવ વધારાના કારણે હાલ ઔઘોગિક એકમોને કાચામાલના ઉત્પાદનમાં ભાવ વધારો તથા ટ્રાન્સપોર્ટેશન પણ મોંધુ બની ગયેલ છે. જેથી ઔઘોગિક એકમો માટે ખુબ જ આર્થિક નુકશાનકર્તા છે.

આમ દેશના દિન-પ્રતિદિન પેટ્રોલ ડીઝલ તથા ઓઇલના તીવ્ર ગતિએ વધી રહેલા ભાવના તાત્કાલીક નિરાકરણ કરવા અંગે કેન્દ્રીય પેટ્રોલીયમમંત્રી, ફાઇનાન્સ મીનીસ્ટર મંત્રી તથા પીએમઓ ઓફીસને ભારપૂર્વક રજુઆત કરી ઉગ્ર વિરોધ નોંધાવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.