Abtak Media Google News

તેલના ભાવમાં સતત 9માં દિવસે પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગુરુવારે પેટ્રોલ 9 પૈસા અને ડીઝલ 8 પૈસા સસ્તું થયું છે. પેટ્રોલના ભાવમાં ઘટાડા પછી ચારેય મેટ્રો સિટીની સરખામણીએ દિલ્હીમાં ભાવ સૌથી ઓછા નોંધવામાં આવ્યા છે. છેલ્લા 9 દિવસથી ભાવમાં ઘટાડો આવી રહ્યો હોવા છતા મુંબઈમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ અન્ય શહેરોની સરખામણીએ વધારે છે. અહીં પેટ્રોલનો ભાવ લિટર દીઠ 85.45 રૂપિયા અને ડીઝલનો ભાવ રૂ. 73.17 નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 29 મેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 9 દિવસોમાં પેટ્રોલના ભાવમાં 84 અને ડીઝલના ભાવમાં 62 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

 

પેટ્રોલ 9 પૈસા સસ્તું થયું

શહેરઆજનો ભાવ6 જૂનનો ભાવ
દિલ્હીરૂ. 77.63રૂ. 77.72
કોલકાતારૂ. 80.28રૂ. 80.37
મુંબઈરૂ. 86.45રૂ. 86.54
ચેન્નાઈરૂ. 81.59રૂ. 81.68

ડીઝલ 8 પૈસા સસ્તું થયું

શહેરઆજનો ભાવ6 જૂનનો ભાવકેટલો ઘટાડો થયો
દિલ્હીરૂ. 68.73રૂ. 68.807 પૈસા
કોલકાતારૂ. 71.28રૂ. 71.357 પૈસા
મુંબઈરૂ. 73.17રૂ. 73.258 પૈસા
ચેન્નાઈરૂ. 72.56રૂ. 72.648 પૈસા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.