Abtak Media Google News

આ મહિનાની 16મી તારીખતી દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ રોજ બદલાશે જેને લીધે ગ્રાહકોને તકલીફ ન પડે અને દૈનિક ભાવ ગ્રાહકને મળી રહે તે માટે આઇઓસીએ દરરોજ બદલાતા ભાવ લોકોને પહોચાડવા માટે એક વ્યવસ્થા પણ કરી છે. ડિલર્સે વેચાણ કરતાં પહેલા નવા ભાવની સંપૂર્ણ માહિતી ગ્રાહકને પહોચાડવી પડશે તેમ કંપનીએ જણાવ્યુ હતું. વધુમાં ગ્રાહકોને તમામ પેટ્રોલ પંપ પર બદલાયેલા ભાવની માહિતી મળી રહેશે. ઇન્ડિયન ઓઇલની એપ્લિકેસન તેમજ એસએમએસથી પણ પેટ્રોલ-ડીઝલના કિંમતની માહિતી મળતી મળશે. આઇઓસીની એપ fuel@ioc માં ગ્રાહકો કોઈ પણ શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા બદલાયેલા ભાવ જાણી શકશે. આ ઉપરાંત ગ્રાહક એસએમએસથી પણ પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ જાણી શકશે. આ માટે ગ્રાહકે આરએસપી RSP લખીને સ્પેસ છોડી ડીલર કોડ લખવાનો રહેશે અને તેને 9224992249 પર મોકલવાથી પેટ્રોલ- ડીઝલના ભાવની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે.

આઇઓસીના પ્રમાણે તેના 26 હજાર ડીલર્સને રોજ બદલાતા ભાવની માહિતી પૂરી પાડવા માટે એક ખાસ પ્રકારે તાલીમ આપવામાં આવશે જેથી ગ્રાહકોને બદલાયેલા ભાવની ખોટી માહિતી ન મળે. આઇઓસી 10.000 ઓટોમેટેડ પંપ પર નવા ભાવની વિગતો સેન્ટ્રલાઈઝડ રીતે અપડેટ થશે. જ્યારે નોન-ઓટોમેટેડ પંપ પર બદલાયેલા ભાવની વિગત ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ડીલર્સની રહેશે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલ ભાવ આતરાષ્ટ્રીય સ્તરે વધઘટના આધારે 16મી જૂનથી દૈનિક ભાવ બદલાશે. જો કે ડીલર્સના કેટલાક સંગઠન આ યોજનાનો વિરોધ કર્યો છે. અને આ સંગઠને 16મીએ પેટ્રોલ-ડીઝલનું વેચાણ ન કરીને હડતાળ પાડવાની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.