Abtak Media Google News

દરરોજ તોળાનો ૨૨ પૈસાનો વધારો: પેટ્રોલ પ્રતિ લિટર રુ.૭૪.૬૦ અને ડીઝલના પ્રતિ લિટર રૂ.૭૧.૭૮

ફુડ ઓઈલનાં ભાવમાં ૪ વર્ષનો સૌથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. ૧૯ દિવસનાં ઓઈલમાં સુધારા વધારામાં રહેલી રોકને કારણે ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોને પહોંચી વળવા રૂ.૪ સુધીનો વધારો થવાની સંભાવના છે.

કર્ણાટક ચુંટણી વખતે સરકારની સુચનાથી ભાવ વધારો રોકી રાખવામાં આવ્યો હતો. ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ફુડ બજારમાં થઈ રહેલા ભાવ વધારાનાં પહોંચી વળવા છેલ્લા ૧૦ દિવસથી ભાવમાં સતત ૨૨ પૈસાનો વધારો થતો જાય છે. હાલ પેટ્રોલ લિટરનો ભાવ ૭૪.૬૦ રુપિયા તથા ડિઝલનો લિટરનો ભાવ ૭૧.૭૮ રુપિયાએ પહોંચ્યો છે.

Vlcsnap 2018 05 19 10H13M00S193ઈગલ પેટ્રોલિયમનાં હિરાણી પ્રિન્સ મનસુખભાઈએ અબતકને જણાવે છે કે જયારથી કર્ણાટકની ચુંટણીનું પરીણામ આવ્યું છે ત્યારથી દરરોજ ૨૨ પૈસાનો વધારો પેટ્રોલ અને ડીઝલમાં જોવા મળે છે. ચુંટણીની પ્રક્રિયા દરમિયાન ૨૦ દિવસ ભાવ સ્થિર રહ્યા હતા.

ફુડમાં આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ વધારો થયો છે તથા ઉત્પાદનમાં ઘટાડો તેમજ અમેરીકાનાં પ્રમુખ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે થયેલા મતભેદોને લીધે આ ભાવવધારો થયો છે તેવી શકયતા છે. પાંચ વર્ષનો સૌથી વધુ ભાવ આ વર્ષે છે જે ભવિષ્યમાં પેટ્રોલ અને ડિઝલમાં ૮૦ રુપિયા લિટરનો ભાવ થાય તેવી શકયતા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.