Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 15માં દિવસે પણ વધારો જોવા મળ્યો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલમાં 15 પૈસાનો વધારો થઈને 78.27 અને ડીઝલમાં 11 પૈસા વધીને 69.17 થઈ ગયો છે. મુંબઈમાં રેટ વધીને 86.60 અને 73.64 રૂપિયા થઈ ગયો છે. 14મેથી સતત તેની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સરકાર ભાવ ઘટાડવાની ફોર્મ્યૂલા પણ શોધી શકી નથી અને તેલની કિંમતો પર અંકુશ પણ મેળવી શકી નથી. પેટ્રોલ-ડીઝલની કિંમત હાલ રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. નોંધનીય છે કે, ક્રૂડમાં પાંચ દિવસમાં બેરલ દીઠ 5 ડોલરનો ઘટાડો થયો છે તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.

15 દિવસમાં પેટ્રોલ 3.83 રૂપિયા મોંઘું

શહેરસોમવારે પેટ્રોલ14થી 28 મે સુધીનો વધારો
દિલ્હીરૂ. 78.28રૂ. 3.64
કોલકાતારૂ. 80.91રૂ. 3.59
મુંબઈરૂ. 86.08રૂ. 3.60
ચેન્નાઈરૂ. 81.26રૂ. 3.83

15 દિવસમાં ડીઝલ 3.47 રૂ. સુધી મોંઘું થયું

શહેરસોમવારે ડીઝલ14થી 28 મે સુધીનો વધારો
દિલ્હીરૂ. 69.17રૂ. 3.24
કોલકાતારૂ. 71.72રૂ. 3.09
મુંબઈરૂ. 73.64રૂ. 3.44
ચેન્નાઈરૂ. 73.03રૂ. 3.47

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.