Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલ સસ્તુ હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે જેને કારણે સરકાર સામે લોકોની નારાજગી વધી રહી છે ત્યારે ઇંધણના ભાવ ઘટાડવા માટે કવાયત શરૂ કરી છે.સરકાર હવે રાજયોને પેટ્રોલ અને ડિઝલ પર વેટ ઘટાડવા જણાવશે. ખાસ કરીને ભાજપ શાસિત રાજયોમાં જણાવાશે કે તેઓ વેટમાં ૧૦ થી ર૦ ટકાનો ઘટાડો કરે. સરકારનુ માનવુ છે કે, ભાજપ શાસિત રાજયો વેટ ઘટાડશે તો બાકીના રાજયોમાં પણ પ્રેશરથી વેટ ઘટાડશે.વેટ સમગ્ર રીતે રાજયોના અધિકારમાં છે અને રાજયોએ તો પેટ્રોલ પર ૩પ ટકા વેટ રાખ્યો છે. સરેરાશ રાજયોમાં પેટ્રોલ પર રપ થી ૩પ ટકા અને ડિઝલ પર ૧ર થી રપ ટકા વેટ રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.