Abtak Media Google News

રોજેરોજ ભડકે બળતા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે ચોટીલામાં કોંગ્રેસ દ્વારા  ડે.કલેક્ટર ને આવેદન પાઠવ્યુ હતુ. અને બાદમાં રસ્તા રોકો આંદોલન કરતા તમામ ની પોલીસે અટકાયત કરી હતી. તાજેતરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ચોટીલામાં કોંગ્રેસે હાઇવે  ઉપર રસ્તા રોકો આંદોલન કરી વાહનો ચક્કાજામ કર્યા હતા. ત્યારે પોલીસે તમામ કાર્યકરો ની અટકાયત કરી હતી

આ કાર્યક્રમ માં ચોટીલા કોંગ્રેસ શહેર પ્રમુખ અજય સામંડ ચોટીલા નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ હરેશભાઇ ચૌહાણ ,  તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાવળીયા સહિત કોંગ્રેસી કાર્યકરો એ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.