Abtak Media Google News

ધંધા ઉઘોગને ર૪ કલાક, જીમ, મોનિંગ વોક, ડબલ સવારીને મંજુરી આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રીને રજૂઆત

લોકડાઉન ૪ માં વેપાર ધંધા ઉઘોગને વિશેષ છુટછાટ આપવામાં આવી છે. અને જનજીવન ધીમે ધીમે પૂર્વવત બની રહ્યું છે. ત્યારે લાયસન્સ ધરાવતા વાઇન શોપને પણ ખોલવાની મંજુરી આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત ઔઘોગિક એકમો, યુનિટોને ર૪ કલાક ચાલુ રાખવાની મંજુરી આપવાની આવશ્યકતા છે કારણ કે હાલ કારખાનામાં કામ કરતા શ્રમિકો વતન જતા રહ્યા હોય ત્યારે ઉઘોગોને ૧ર કલાકને બદલે ર૪ કલાક ચાલુ રાખવા મંજુરી આપવામાં આવે તો ઉઘોગો ઝડપથી બેઠા થઇ શકે તેમ છે.

આ ઉપરાંત દુકાનોને સવારના ૭ થી સાંજે ૪ વાગ્યાની જે છુટ આપવામાં આવી છે તેમાં વધારો કરી સાંજના ૭ સુધી દુકાનો ખુલ્લી રાખવા મઁજુરી આપવામાં આવે તે પ્રજાહિતમાં છે નિયમોને આધીન સવારના બે કલાક મોનિંગ વોકની છૂટ આપવામાં આવે તો લોકો પોતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લઇ શકે.

છેલ્લા બે અઢી માસથી જીમ બંધ છે ત્યારે જીમ સંચાલકોને પણ જીમ ખોલવાની મંજુરી આપવા રજુઆત કરાઇ છે.

કોરોના  સંક્રમણને અટકાવવા ટુ વ્હીલર, બાઇકમાં માત્ર એક વ્યકિતને છુટ આપવામાં આવી છે ત્યારે બાળકો, મહિલાઓને ઘ્યાને લઇ ટુ વ્હીલરમાં બે વ્યકિતને બેસવાની છુટ આપવા સહિતના મુદ્દે રાજકોટ ચેમ્બર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.