Abtak Media Google News

ભાગી છૂટે ડમ્પરને ગામ લોકોએ પકડી પાડી ડમ્પરમાં તોડફોડ કરી: ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો

હળવદ પંથકમાં પસાર થતી બ્રાહ્મણી નદી માં રેતી માફિયાઓ દ્વારા બેફામ પણે રેતીનું ખનન કરી રહ્યા છે જોકે આ રેતી ચોરી અટકાવવા ખાણ ખનીજ દ્વારા અનેક વખત કાર્યવાહી કરતી હોય છે પરંતુ પોલીસની રેત માફિયા સાથેની સાઠ ગાંઠને કારણે રેતી ચોરી અટકવાનું નામ નથી લેતી તે વાત જગજાહેર છે ત્યારે આજે હળવદ તાલુકાના રાયસંપર ગામે ગેરકાયદેસર રેતી ભરી પસાર થતા ડમ્પરને ગામલોકોએ અટકાવ્યું હતું પરંતુ બેફામ બનેલા રેત માફિયાએ ગામ ના લોકો પર ડમ્પર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કરી ડમ્પર ભગાડી મૂક્યું હતું જોકે ગામ ચાલકોએ ડમ્પર ચાલકનો પીછો કરી ડમ્પરને ઝડપી લઇ ડમ્પરમાં તોડફોડ કરી ડ્રાઈવરને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ઘટના બન્યા બાદ મોરબી જિલ્લા ખાણ ખનીજ અને હળવદ પોલીસ ઘટના સ્થળે ગયાના વાવડ સાંપડી રહ્યા છે.

હળવદ તાલુકાના મિયાણી,ટીકર,મયુરનગર,માનગઢ અને અજીતગઢ સહિતના ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી માં પાછલા ઘણા વર્ષોથી સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ મોટા પાયે રેતીનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે આજે હળવદ તાલુકાના રાયસંગપર ગામમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પર પસાર થતું હોય જેને ગામના ૫૦ જેટલા લોકોના ટોળાએ જનતા રેડ કરી અટકાવ્યું હતું પરંતુ બેફામ બનેલા રેત માફિયા એ ડમ્પર હંકારી મુકી ગામ લોકોને કચડી નાખવાનો હીંન પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ડમ્પર ભગાડી મૂક્યું હતું જોકે ગામલોકોએ ડમ્પર ચાલકનો પીછો કરી ડમ્પર ને ઝડપી લીધું છે તેમજ ડમ્પર માં તોડફોડ કરી  ચાલકને મેથીપાક ચખાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે જિલ્લા ખાણ ખનીજ અને હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે.

કલેક્ટરના જાહેરનામાને પગલે ટીકરથી હળવદનો રસ્તો ઓવરલોડ વાહનો માટે બંધ કરાયો છે

તાજેતરમાં જ જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં હળવદ થી ટીકર નો જે રોડ બની રહ્યો છે જેથી અહીં ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે જેથી  રેતી ચોરો પોતાના વાહનો  તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર  કરાવી રહ્યા છે.

લોકોમાં એક જ ચર્ચા: પોલીસની હપ્તા ખોરીથી રેતી ચોરી અટકતી નથી?

હળવદ પંથકમાં બેફામપણે સફેદ રેતીનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો છે ત્યારે આ રેતી ચોરો પર જિલ્લા ખાણ ખનીજ તવાહિબોલાવતી હોય છે પરંતુ સ્થાનિક તંત્ર માત્ર તમાશો જોઈને જ બેસી રહ્યે છે હળવદ મામલતદાર અને પોલીસ સ્ટેશનની નજીક થી જ રોજની અનેક ટ્રકો રેતી લઈ પસાર થાય છે પરંતુ પોલીસ કે મામલતદાર આ રેતી ચોરોને અટકાવી શકતા નથી..! તો બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચાઓ ચાલેછે કે પોલીસની હપ્તા ખોરીને કારણે પંથકમાં રેતીચોરી બંધ થવાનું નામ લેતી નથી જેથી લોકો માંગ પણ કરી રહ્યા છે કે પોલીસની રેતી માફિયાઓ સાથેની સાંઠગાંઠ છોડી દઈ રેતી ચોરો પર કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.