પાલનપુરમાં મુખ્યમંત્રીની સભામાં જનમેદની ઉમટી

vijar rupani | planpur
vijar rupani | planpur

ચૂંટણી પ્રચાર-પ્રસારનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા આજે પુરજોશમાં પ્રચાર-પ્રસારની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાલનપુરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. જાહેરસભા સંબોધતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને બહુમતીથી વિજયી બનાવી વિકાસના કામોને આગળ ધપાવવામાં આપ સૌ કોઈ નિર્ણય કરો. મને વિશ્વાસ છે કે, ગુજરાતમાં ભાજપની ૧૫૦ કરતા પણ વધુ સીટ આવશે. ૯મી ડિસેમ્બરે આપ સૌ કોઈ કમળનું બટન દબાવી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવાની અપીલ કરી હતી. જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

 

Loading...