Abtak Media Google News

આગામી સમયમાં વિકાસના કામો ઝડપી થાય તેવી જનતાની અપેક્ષા

આઝાદીનાં સાત દાયકાઓ બાદ રાજુલા જાફરાબાદના વિકાસની ઝંખના લોકો કરી રહ્યા છે. રાજુલા જાફરાબાદમાં જોકે થોડા ઘણા ઉદ્યોગો પણ આવેલા છે. પરંતુ આવા ઉદ્યોગો આવવા છતા લોકોનો વિકાસ નહિવત થયો છે. જયારે બીજી બાજુ બેરોજગારીનું પ્રમાણ ખૂબજ વધી ગયેલ છે.

જયારે બીજી બાજુ દરીયાઈ વિસ્તારમાં મીઠાના અગરોમાં કામ કરતા અગરીયાઓની હાલત પણ ખૂબજ કફોડી થયેલ છે કારણ કે, બધી જ જગ્યાએ જે.સી.બી. હિતાચી અને મહાકાય મશીનોથી કામગીરી આવી ગયેલ હોય જેના કારણે ગઅરીયાઓને રોજગારી રળવા છેક ભરૂચ અને કચ્છમાં જવું પડે છે. જે લોકો પોતાના બાળકોનાં શિક્ષણના અભાવે આવુ કરવા મજબુર છે.જે લોકો આઝાદી પહેલા રાજુલા જાફરાબાદમાં રોજગારી મેળવતા હતા અને અગરોમાં ખૂબજ રોજગારી મળતી હતી. પરંતુ આઝાદીના સમમાં અન્ય જગ્યાએ મજૂરીએ જવું પડતુંન હતુ જયારે આજે અન્ય જગ્યાઓ ઉપર મજુરીએ જવું પડે છે. જે એક ખેદજનક બાબત છે. આને આપણે વિકાસ કહીશું કે શું કહીશું? તેવો પ્રશ્ર્ન લોકોમાંથી ઉઠે છે.જયારે બીજી બાજુ પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની તથા બીજી નાની મોટી અનેક કંપનીઓમાં ૮૫% સ્થાનિકોને નોકરીમાં લેવાનો સરકારનો પરિપત્ર હોવા છતા અને નિયમ હોવા છતાં કેટલા અંશે આવા ઉદ્યોગો આ નિયમો પાળે છે? જો નથી પાળતા તો આના માટે જવાબદાર કોણ? અને આનુ મોનીટરીંગ કોને કરવાનું હોય છે? તે લોકો શું કરે છે? તેવા પ્રશ્ર્નો ઉભા થયેલ છે.

રાજુલા જાફરાબાદમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવેલ છ, જેમાં ભુમાફીયાઓ અને ખનીજ માફીયાઓ ખનીજ ચોરી કરીને સરકારને ચૂનો લગાડી રહ્યા છે. અને રોયલ્ટીની મસમોટી ચોરી પણ આ વિસ્તારમાં ખૂબજ મોટા પ્રમાણમાં થઈ રહેલ હોય તેની સામે તંત્ર આંખ આડા કાન કરી રહેલ છે. જયારે બીજી બાજુ મોટી મોટી કંપનીઓ પર્યાવરણ અને સ્થાનિકોને નુકશાન કરીને પોતે પૈસા બનાવવામા રસ દાખવી રહેલ છે. જયારે સ્થાનીક લોકોનું કોઈ સાંભળતું નથી તેવું લોકોમાંથી જાણવા મળેલ છે. સરકારનાં વિકાસના દાવાઓની સામે રાજુલા જાફરાબાદમાં સારાસારા લોકો અન્ય શહેરો તરફ જઈ રહ્યા છે. કોના કારણે? કારણ કે, થોડાઘણા અંશે કાયદો વ્યવસ્થા પણ આ માટે જવાબદાર હોઈ શકે, ડરના માર્યા કેટલાક લોકો ફરિયાદ પણ કરતા નથી. ભારતદેશ આઝાદ થયો. પરંતુ લોકોને પૂરતી રોજગારી કે ગરીબી દૂર થયેલ નથી જે કારણે રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં એક બાજુ લોકો ઝાકમઝોળમાં જયારે બીજી બાજુ લોકો રોજગારી માટે પણ ફાફા મારી રહ્યા છે. આનુ કારણ પૈસાદાર ઉતરોતર પૈસાદાર થતા રહ્યા છે. જયારે ગરીબ ગરીબી રેખા નીચે જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

રાજુલા-જાફરાબાદનાં લોકો વિકાસ ઝંખી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓ જ્ઞાતિવાદનું રાજકારણ રમી પોતાના રોટલા શેકી લોકોને મુર્ખ બનાવી જ્ઞાતિવાદનું રાજકારણ રમી રહ્યા હોવા છતાં પોતાની જ્ઞાતિનો વિકાસ નહી કરીને મોટો દ્રોહ કરેલ હોવાનું લાગી રહ્યું છે. આજે આવા નેતાઓને વિકાસ કરવામાં આવેલ નહી હોવાથી તેની જ જ્ઞાતિના લોકો આવા નેતાને ભારે પડી રહ્યા છે.

અમ હવે લોકોને રાજકારણનો ભોગ બનાવવાને બદલે સાચા અર્થમાં વિકાસ થાય તેવી લોક માંગણી ઉઠી રહેલ છે. અને કોઈપણ પાર્ટી ભાજપ કે કોંગ્રેસ લોકોનો વિકાસ કરે તો કાંઈ પાર્ટીના પૈસે નથી કરતા પરંતુ લોકોએ આપેલા ટેકમાંથી જ આવો વિકાસ થાય છે, તો અમે કર્યું તેવું શા માટે કહે છે? કે પછી આવા નેતાઓ પોતાના ખીસ્સામાંથી પૈસા આપે છે? તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે. રાજુલામાં નબળી નેતાગીરીને કારણે આજદિન સુધી આ વિસ્તારના જનતા વિકાસથી વંચિત રહી છે. જેથી આગામી સમય વિકાસ થાય તેવું જનતાની અપેક્ષા સેવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.