Abtak Media Google News

ઉપલેટા કોલકીમાં હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત: પાનેલી ગામમાં ભવ્ય રોડ-શો યોજાયો: સિદસરમાં ઉમિયા માતાજીને શિષ ઝુંકાવ્યું

રવિવારે અમદાવાદથી જુનાગઢ થઈ મોટરમાર્ગે હાર્દિક પટેલના યોજાયેલ પ્રવાસ દરમ્યાન ઉપલેટા, કોલકીમાં સ્વાગત બાદ પાનેલીમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. પાનેલી ગામે વિવિધ સમાજ દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત કરેલ ત્યાંથી સિદસર મુકામે નવરાત્રી ઉત્સવ વચ્ચે માં ઉમિયાને શીશ ઝુકાવેલ હતું.

ગઈકાલે બપોરે ગાડીના વિશાળ કાફલા સાથે ઉપલેટા બાયપાસે હાર્દિકનો કાફલો આવી પહોંચતા પાટીદાર સમાના અગ્રણીઓ છગનભાઈ સોજીત્રા, પ્રવિણભાઈ દલસાણીયા, દિગેશભાઈ સોજીત્રા, રમણીકભાઈ લાડાણી, ભુપતભાઈ કનેરિયા, વી.ડી.વેકરીયા, મનોજભાઈ પટેલ, જીતુભાઈ જોધાણી સહિત વિશાળ સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહી હાર્દિક પટેલનું સ્વાગત કરેલ હતું અને હાર્દિક પટેલ તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ’ના નારા લગાવાયા હતા.

બપોરે દોઢ વાગ્યે હાર્દિક પટેલ લલીત વસોયા સહિતના આગેવાનો પાનેલી ગામે આવી પહોંચતા પાટીદાર સમાજ ઉપસ્થિત મેદની વચ્ચે હાર્દિક પટેલનું મુસ્લિમ સમાજના પ્રમુખ હાસ્યકભાઈ અને બાબુભાઈ ડેરીવાળા રબારી સમાજના પ્રમુખ ઠેડાભાઈ અને દલિત સમાજના અગ્રણીઓએ હાર્દિક પટેલનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

આ તકે ઉપસ્થિત મેદનીને હાર્દિક પટેલે જણાવેલ કે સરકાર પાટીદાર સમાજને ગુમરાહ કરવા હજુ પ્રયાસો કરે છે. મંત્રણાના નામે પાટીદાર સમાજના આગેવાનોને બોલવે છે પણ સત્ય હકિકત તો એ છે કે આંદોલન પાટીદાર યુવાનો કરે છે. પછી ચર્ચાના નામે વાર્તાલાપ ભાજપના કોર કમિટી અને ભાજપના આગેવાનો કરે છે. આ સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે છતાં પણ સરકાર સાથે પાટીદાર સમાજના આગેવાનો ચર્ચા કરી પાટીદાર અનામત આંદોલનની માંગણી સ્વીકારવા તૈયાર હોય તો સારી વાત કહેવાય.

હાર્દિક પટેલે જણાવેલ હતું કે, સમય આવશે ત્યારે આપોઆપ બધુ થઈ જશે અને લોકો જાગૃત અને હોંશિયાર તેમને કોઈ કહેવાની જ‚ર નથી જનતા તેની રીતે જ નિર્ણય લેશે. સભા બાદ પાનેલી ગામના ૩૦૦૦ હજાર યુવાન ભાઈ-બહેનો સાથે હાર્દિકનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. રોડ-શો બાદ સીદસર સુધી વિશાળ બાઈક-કાર રેલી નિકળી હતી. હાર્દિક પટેલ સિદસર પહોંચતા ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને માં ઉમિયાને શિશ ઝુકાવી જામજોધપુર જવા રવાના થયા હતા.

આ પ્રયાસમાં સૌરાષ્ટ્ર પાસ ક્ધવીનર લલિતભાઈ વસોયા, રાજકોટ જીલ્લા પાસના બ્રિજેશ પટેલ, નયન જીવાણી, જતિન ભાલોડિયા સહિતના આગેવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.