Abtak Media Google News

સાપ્તાહિક રાશી ભવિષ્ય :

 

મેષ : અ,લ,ઈ 

001 1

હોટેલ કે તેના મેનેજમેંટ ક્ષેત્રે તથા રેસ્તોરાં ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ રેડ સિગ્નલ જેવું પસાર થવાની સંભાવના.અતિતમાં કરેલી અક્ષમ્ય ભુલો આ સપ્તાહ દરમ્યાન લોક સમક્ષ આવવાની પૂરે પૂરી સંભાવના છે.  શકય હોય તો દરગુજર કરી ને પણ આ ક્ષેત્રના  જુના ભુલ વાળા કાર્યો આ સપ્તાહે સુધારી લેવા,  કેનિંગ કે પેકિંગ ફૂડ પ્રોડકશન ક્ષેત્રે થોડી સાવધાની રાખવી. દિનાંક ૧૬  ૨૦ ૨૧ સપ્ટેમ્બરના દિવસો  હળવી રાહત વાળા પરંતુ લાભદાયી નિવડશે.

વૃષભ : બ,વ,ઉ

002 1

કઠોર પરિશ્રમી વર્ગ તથા કારીગર વર્ગ માટે આ અઠવાડીયું કામકાજથી વ્યસ્ત રાખનારું  નીવડશે સાથો સાથ આવક વાળુ.   આ સપ્તાહ દરમ્યાન આવકના અનેક વિધ અવસરો  મળવાની સંભાવના રહેલી છે. જુના કરજમાંથી  મુક્તિ મળવાની પૂરેપૂરી સંભાવના જણાય છે. આર્ટીસન વર્ગ માટે આ સપ્તાહ પરિશ્રમ વાળુ તથા આવકમાં મધ્યમા રહેશે, ગૃહિણી માટે સારુ સપ્તાહ. પારિવારીક સુખ શાંતિમાં વધારો થશે. સગાં વહાલાંઓ ને મળવાં ના સંયોગો થશે. એકંદરે, વૃષભ રાશિ માટે આ સપ્તાહ સારુ નીવડશે. માટે આનંદો

મિથુન : ક,છ,ઘ

003 1

બેંકીંગ  કે તેના મેનેજમેંટ ક્ષેત્રે તથા કોર્પોરેટ બેંકીંગ ક્ષેત્રે જોડાયેલ લોકો માટે આ સપ્તાહ સરેરાશ રહેવાની વકી. ઘર પરિવારના સુખમાં, તથા પુત્ર -પૌત્રાદિ સુખમાં વધારો થવાના શુભાવસરો પ્રાપ્ત થશે.  કૌટુંબિક ક્ષેત્રે જુના મતભેદો હળવા થવાની સંભાવના સાથે શાંતિનો અનુભવ જણાય. ગામ કે નગર ઉપયોગી સુખાકારી કાર્યોમાં ભાગ લેવાનાં સામેથી અવસરો આવશે. સરકારી કાર્યો ખુબ જ બારીકીથી કરવાં.  બેંકના અધુરા કાર્યો પુરાં કરવા માટે સાનુકુળ સપ્તાહ. ગૃહિણી માટે સારુ સપ્તાહ હોતાં આ સપ્તાહ દરમ્યાન ગૃહિણીઓ એ આંગણમાં નાની રંગોળી અથવા ફુલોની રંગોળી કરશે તો વધારે લાભદાયી ભાવિ રહેશે.

કર્ક : ડ,હ

004 1

વ્યાપાર વણિજના કામકાજ માટે પ્રવાસ થવાની સંભાવના.  ટિકીટ બૂકીંગ કે ટ્રાવેલ એજંટો માટે આ સપ્તાહ સરેરાશ તથા મધ્યમા નીવડવા વાળૂ હોવાથી કામકાજ પર ફોકસ કરવું. ખર્ચામાં અણધાર્યો ઘટાડો આવવા વકી. સાસરા પક્ષ કે મોસાળ પક્ષથી સહકારના સંયોગો પ્રાપ્ત થશે.  જુના મિત્રોને મળવાના યોગ. ગૃહિણીઓ તથા વર્કીંગ વૂમન  માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. તેમજ બઢતીના સંયોગો પણ સર્જાય છે. ૧૫ સપ્ટેમ્બર થી ૧૯ સપ્ટેમ્બર વિશેષ લાભકારી નીવડશે. બાકી દિવસો મધ્યમ રહેશે.

સિંહ : મ,ટ

005 1

ગ્રહોની યુતિવત દુષિત યોગોને કારણે આવતી પ્રતિકુળતામાંથી ધીમે ધીમે રાહતનો અનુભવ થવાની સંભાવના. આથી વ્યાપાર વણિજ કે નોકરીમાં એકાગ્રતા વધતી જણાશે. સાથે મન હ્રદયમાં પ્રસન્નતાની શરુઆત.  ખીલેલી વસંત જેવું આ સપ્તાહ પસાર થશે.  તેમજ પડતર રહેલા વર્ષ જુના પ્રશ્નો ઉકેલાય જવાંની સંભાવના. પરિવાર તથા પુત્ર સાથે ના અણબનાવમાં નાટકીય રીતે સુધારો થવાની સંભાવના. અવૈધ કે અવૈવાહિક સંબંધોથી દુર રહેવું.  કેવળ ૧૫ સપ્ટેમ્બરનો દિવસ  મધ્યમ રહેશે, અન્ય દિવસો હળવા આનંદ સાથે પસાર થશે.

કન્યા : પ,ઠ,ણ

006 1

સગાં સંબંધી તથા મિત્ર વૃદો પાછળ ગજા બહાર ખર્ચ થવાની સંભાવના છે.  નોકરી કે વ્યવસાયમાં કંટાળો કે થાકની અનુભુતિ થાય. સાથે ક્યાંક ભેખડે ભરાય જવાનો અંદેશો રહેલો છે. આથી કાળજીપૂર્વક, સમજી વિચારીને જ આ સપ્તાહે કામ કરવું.  નિવૃત લોકો, ગૃહિણી તથા  છાત્રો માટે આ સપ્તાહ ના કોઈ ચડાવ કે ન કોઈ ઉતાર વાળુ રહેશે. આંખોની વિશેષ કાળજી લેવી, ઓનલાઈન સર્ફીંગ ઓછું કરવું, આ અઠવાડીયા માટે તો ખાસ.

તુલા : ર,ત

007 1

આ સપ્તાહ દરમ્યાન  શારીરિક તથા માનસિક એમ બન્ને રીતે કષ્ટપ્રદ રહેવાની સંભાવના, આથી માનસિક રીતે સજ્જ થઈ જવું. વાહન ધીમે ચલાવવું. શારીરિક શ્રમ વાળા જાતકો માટે આ સપ્તાહે સાનુકુળતા રહેશે. પારિવારીક કાર્યોમાં થોડી દોડધામ વધશે, પેંડીંગ કાર્યોનો હળવો નિકાલ થશે. અવૈધ કે અવૈવાહિક સંબંધોમાં સાચવવું કારણ ભાંડાફોડ જેવાં સંયોગો સર્જાય રહ્યા છે.  મોસાળ તથા સાસરા પક્ષે નિરાંતનો અનુભવ થશે.

વૃશ્ચિક : ન,ય

008 1

ભાગીદારો દ્વારા લાભના સંયોગો સાથે ભાગીદારો વચ્ચે મનદુ:ખ થવાના સંયોગો. છુટક, પરચુરણ કે મોસમી ધંધા વ્યાપાર માટે સારુ સપ્તાહ. બગડેલા સંબંધોમાં સુધાર થવાના સંકેત મળવાની સંભાવના.  ગ્લેમર્સ ઈંડ્સ્ટ્રીઝ ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. તેમ અધ્યાત્મ કે ધર્મ જેવાં પવિત્ર માર્ગે વિહરણ કરવાં માટે આ સપ્તાહ સાનુકુળતા આપશે.કવિ લેખકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. પન્નોતિનો ઉતરતો તબક્કો આ સપ્તાહે હળવા પ્રકાર ના લાભો આપશે. એકદંરે વૃશ્ચિક રાશિ માટે આ સપ્તાહ નૂકશાન વિનાનું રહેશે, માટે આનંદ મંગલ.

ધન : ભ,ફ,ધ,ઢ

009 1

આ સપ્તાહ દરમ્યાન પન્નોતિનો તબક્કો આત્માન્વેષણ કરાવશે, સાથે, ધંધા વ્યાપાર તથા નોકરીમાં ઉન્નતિના અનેક વિધ માર્ગો આપવાની સાથે આર્થિક ઉન્નતિ પણ આપશે. હળવો હળવો પરિશ્રમ સાથે પ્રસન્નતા પણ રહેવાંની શકયતા છે.  તમામ પ્રકારના શિક્ષક ગણ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ તનાવ રહિત પસાર થવાંની સંભાવના. ૧૫ સપ્ટેમ્બર તથા ૧૭ સપ્ટેમ્બર ના દિવસ વિશેષ રૂપે  સાનુકુળતા આપશે. ધન રાશિના જાતકો સ્વહસ્તે સાચા ફુલોના તોરણ તથા આંગણમાં ફુલોની રગોળી કરે તો પન્નોતિમાં અનેક પ્રકારે રાહત મળવાની સંભાવના છે.

મકર : ખ,જ

010 1

આ સપ્તાહ  દરમ્યાન  નોકરી ધંધામાં અપયશ કે આક્ષેપ મળવાની સંભાવના. કારણે મન થોડુ વ્યગ્ર રહેવા પામે. તેની સામે આ આખુ સપ્તાહ કામકાજમાં વ્યસ્તતા આપનારુ રહેશે. વાહનો ડ્રાઈવ કરવામાં કાળજી રાખવી.  પરિવાર તથા મોસાળ પક્ષે થોડા ઘણાં ખટરાગ થવા સંભવ.  આવકમાં હળવો વધારો થશે સાથે ખર્ચ પણ વધવાના સંયોગો.  નોકરી ધંધા માટે ભાગ દોડ રહેવાની સંભાવના.  છળ કપટ  કે કુટનીતિઓથી આ સપ્તાહ માટે દુર રહેવું.

કુંભ : ગ,શ,ષ

011 1

ધંધા વ્યાપારના કામકાજમાં સ્થિરતા આવે, મનમાં જામી ગયેલ વિચારોનું ધુમ્મસ વિખરાવા સંભવ. પ્રસન્નતાનો નવો અનુભવ તથા માનસિક સ્તરે પ્રગાઢ શાંતિની અનુભૂતિ થવાની સંભાવના.  હેવી વ્હીકલના ધારકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. માટી કલાના શિલ્પી માટે સારુ સપ્તાહ. ઈંટ તથા રેતીના વ્યાપારી માટે આ અઠવાડીયુ મધ્યમ રહેશે. અખબાર સાથે જોડાયેલ કર્મી માટે આ સપ્તાહ હળવાશ વાળૂ રહેશે, સાથે હળવી ભાગદોડ પણ રહેશે. અગત્યના કાર્યો પૂર્ણ થઈ જવાંની શકયતા. સરકારી કાર્યોમાં કોઈને કોઈ વિના કારણે અડચણ આવવાંની શક્યતા.   દિનાંક ૧૫ સપ્ટેમ્બરથી  ૧૯ સપ્ટેમ્બર સુધીના  કામકાજવાળા દોડધામવાળા ને લાભદાયી રહેશે.

મીન : દ,ચ,ઝ,થ

012 1

જુની ઉઘરાણી પાકવાની સંભાવના. અધુરા કાર્યો પુરા થવાંની વકી.  જુના પુરાણા રોગ તથા કરજ માંથી છુટકારો પણ થવાની શકયતા.   કૌટુંબીક બાબતોમાં યથામતિ કામ કરવું, પ્રેમ -મિત્રતા, લાગણીના સંબંધમાં થોડા વત્તા અંશ ઉતાર ચડાવ જોવા મળશે.  તેમજ સરકારી કે અર્ધ સરકારી ક્ષેત્રના કાર્યમાં સફળ થવાંના સંયોગો. જમીન તથા નવ મકાનના યોગ.રોકાણ માટે ઉતમ સમય સંપતિ તથા રોકડા ની બચત તથા તેમાં વધારો થશે.  પરદેશથી લાભના અનેક અવસરો મળશે. ધાર્મિક સ્થળોએ યાત્રા થવાંની સંભાવના. પરદેશ ફરવાં જવા વાળા લોકો માટે ફાઈલ મુકવા માટેનું આ સપ્તાહ શ્રેયકર નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.