Abtak Media Google News

હેમગઢવી હોલ ખાતે સ્માઇલ કરાઓકે કલબ દ્વારા સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્માઇલ કરાઓકે કલબના સભ્યોએ ખુબ સુંદર રીતે જુના ગીતો રજુ કર્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ જુના ગીતોને માણ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર ડો. જૈમન ઉપાઘ્યાય પણ ઉ૫સ્થિત રહ્યા હતા. સ્માઇલ કરાઓકે કલબ ઘણા વર્ષોથી કાર્યરત છે. તેની અંદર બધા સભ્યો પ૦ થી વધુ ઉમરના છે. તેઓ બધા કોઇ પ્રોફેસન સીંગર નથી તેઓ માત્ર મનોરંજન માટે સંગીતનો આનંદ લે છે.

Vlcsnap 2018 03 26 11H22M38S213Vlcsnap 2018 03 26 11H26M09S28મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયએ કહ્યું હતું કે સ્માઇલ કરાઓકે કલબના મેમ્બર મોટી ઉંમરના હોવા છતાં એટલું બધુ સુંદર રીતે સંગીત પીરસતા હતા તે માણવાની ખુબ મજા આવી સ્વાભાવિક છે સંગીતમાં એક તાકાત રહેલી છે. કોઇપણ સંગીત હોય તો માણસને ગમે તેટલો થાક લાગ્યો હોય તો સંગીતએ સારામાં સારી દવા છે અહીં સંગીતકાર પ્રોફેસનલ કોઇ ન હતા. અહીં બધા અલગ અલગ ધંધામાં જોડાયેલા લોકો કે હાઉસવાઇફ હતા. જે લોકોએ કરાઓકે આજે ખુબ સુંદર રજુ કર્યુ છે. લાઇવ અને કરાઓકેમાં ઘણો ફેર છે લાઇવમાં માણસ ગાતો હોત તો મ્યુઝીસીયલ કદાચ એકઝેસ્ટ કરી લે. પરંતુ કરાઓકેમાં ગાયું ખુબ અધરું છે કે જે રીતે મ્યુઝીક વાગતું હોય તે રીતે એકીઝેસ્ટ કરવાનું હોય છે આવા જો થોડી ભુલ થાય તો મ્યુઝીક આગળ નીકળી જાય અને પોતે પાછળ રહી જાય તેની બદલે અહીયા કલાકારોએ ખુબ સુંદર રીતે રજુ થયું મને પણ અહીયા માણવાની મજા આવી આખા દિવસનો થાક ઉતારવો હોય તો સંગીત સારામાં સારી દવા છે તો લોકોએ પણ સંગીત માણવું જોઇએ.

Vlcsnap 2018 03 26 11H24M40S148

ખરેખર યંગ લોકોએ પણ આમાં રસ લેવો જોઇએ. ચંદ્રકાંતભાઇ સાથે વાત કરી કે તમે કહો છો કે બધા ૬૦ વર્ષથી ઉપરનાં છે તો નાની ઉમરના વ્યકિતઓને પણ જોડો તો તેમને સારામાં સારું પ્લેટફોર્મ મળે. મોટી ઉમરના શોખ માટે કરતા હોય છે. તો તેમને પ્લેટફોર્મ મળે તો આગળ આવવાનો સારામાં સારો મોકો મળતો હોય છે.

Vlcsnap 2018 03 26 11H28M05S148

ચંદ્રકાંત શેઠ (સ્માઇલ કરાઓકે ગ્રુપ રાજકોટ)એ કહ્યું હતું કે સ્માઇલ કરાઓકે ગ્રુપએ નોન કોમર્શીયલ ગ્રુપ છે. જેની અંદર મોટા ઉઘોગપતિઓ ડોકટરો, વકીલો, બધાયનું સંકલન કરીને કરાઓકે નું સારામાં સારો કાર્યક્રમ દર ત્રણ મહીને આપે છે. આ ગ્રુપ કિશોરભાઇ મંગલાણી ચલાવે છે. અને ખુબ જ સારી પ્રેકિટસ કરાવીને ખુબ જ મજાનો કાર્યક્રમ આપવાની કોશિશ કરી રહ્યા છીએ. તમે ઓરીયન્સ ઉપરથી કોઇ શકો છો. કે કેટલું  સરસ રીતે સંગીતને માણે તે પ્રકારનું ઓડીયન્સ આવે છે. આ ગ્રુપ ઘણા વર્ષોથી છે જે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારના કાર્યક્રમો આપે છે. મોટાભાગનાં લોકો ૬૦ વર્ષથી વધુનાં ઉમરના છે.

Vlcsnap 2018 03 26 11H24M02S36

અમારી સાથે ૨૫ ટકા જેટલા યુવાનો જોડાયેલા છે. અમે ધીરે ધીરે યુવાનોને આકર્ષી રહ્યા છે. જેમાં યુવાનોને જુના અને નવા ગીતમાં ઘણો રસ પડે છે. સંકલન કરીને આગળ મોટાપાયે કાર્યક્રમ કરવા તેમાં યુવાનોને પણ સાથે લેવા તે પ્રકારનુ આયોજન કરીએ છીએ.

Vlcsnap 2018 03 26 11H22M28S123

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.