Abtak Media Google News

સંગઠન પર્વ અંતર્ગત રાણીંગા વાડી ખાતે ભાજપ ધ્વારા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂ૫ાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતભરમાં સંગઠન પર્વ ર૦૧૯ નો તા. ૬ જુલાઈના રોજ એટલે કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદીવસથી ભારતીય જનતા પાર્ટી ધ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ થયેલ છે ત્યારે પ્રદેશ ભાજપ ધ્વારા સદસ્યતા અભિયાનની યોજના મુજબ શહેરની રાણીંગા વાડી, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંગઠન પર્વના રાષ્ટ્રીય ઈન્ચાર્જ અરૂણ ચર્તુવેદી, ઉપપ્રમુખ ભાર્ગવભાઈ ભટૃ, , પૂર્વ ગૃહમંત્રી તેમજ પ્રદેશ સંગઠન પર્વના સહઈન્ચાર્જ રજનીભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન પર્વના ઈન્ચાર્જ કિરીટસિહ રાણા, સહઈન્ચાર્જ મહેશભાઈ ક્સવાલા, અમીબેન પરીખ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. ત્યારે આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ જીલ્લા-મહાનગરના પ્રભારી,પ્રમુખ, મહામંત્રી, સંગઠનપર્વના ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.ત્યારે શહેરની રાણીંગા વાડી ખાતે યોજાયેલ આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ધ્વારા કરવામાં આવેલ.

આ બેઠકમાં સ્વાગત પ્રવચન પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભાર્ગવભાઈ ભટૃે, સંચાલન સંગઠન પર્વના સૌરાષ્ટ્ર ઝોનના સહઈન્ચાર્જ મહેશભાઈ ક્સવાલા તેમજ અંતમાં આભારવિધિ અમીબેન પરીખે કરેલ હતી તેમજ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સંગઠન પર્વના રાજકોટ મહાનગરના ઈન્ચાર્જ વિરેન્દ્રસિહ ઝાલા, સહઈન્ચાર્જ દર્શીતાબેન શાહે કરેલ હતી.

People-Participating-In-The-Festival-Festival-Become-Partners-Of-Change-In-The-Country-Vagani
people-participating-in-the-festival-festival-become-partners-of-change-in-the-country-vagani

આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી વિચારાધારાને આધારે કામ કરતી દેશની સૌથી મોટી પાર્ટી છે, ૧૯૮૦માં સ્થાપાયેલ ભાજપા આજે દેશના ખુણે ખુણા સુધી પહોંચી ગઈ છે, રાષ્ટ્રવાદ અને દેશ પ્રત્યેની નિષ્ઠા એ આપણી પ્રેરણા છે. સતત કાર્ય કરતા રહેવું અને ભ્રષ્ટાચારને દૂર કરી વિકાસ તરફ આગળ વધી સુશાસન સ્થાપિત કરીને સમાજના નબળા વર્ગના કલ્યાણ માટે સતત પ્રયાસ કરવો તે જ ભાજપનો ઉદેશ છે.ત્યારે સંગઠન પર્વના આ અભિયાનથી તમે દેશના પિરવર્તનમાં તમારી ભાગીદારી નિભાવી રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બની શકશો ત્યારે આ  સદસ્યતા અભિયાનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક ગુજરાતીઓના દિલમાં એક અમિટસ્થાન હાંસલ કરશે એ નિશ્ચિત છે. આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં મીડીયાની વ્યવસ્થા સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવએ તેમજ આઈ.ટી. સોશ્યલ મીડીયાની વ્યવસ્થા નિતીન ભુત, અપુર્વ મહેતા અને મનોજ ગરૈયાએ સંભાળી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષાી, કાર્યાલય પિરવારના પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, પંકજભાઈ ભાડેશીયા, ભરતભાઈ સોલંકી, જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, નલારીયન પંડીત, હરીશ ફીચડીયા, વિજય મેર સહીતનાએ સંભાળી હતી.

People-Participating-In-The-Festival-Festival-Become-Partners-Of-Change-In-The-Country-Vagani
people-participating-in-the-festival-festival-become-partners-of-change-in-the-country-vagani

સંગઠન થકી દરેક વિસ્તાર, બુથ સુધી પહોચવાનું લક્ષ્ય: અરૂણ ચતુર્વેદી

સંગઠન પર્વ વિશે માહીતી આપતા તેમણે જણાવ્યું હતું કે, સંગઠન એ ભાજપાના આત્મા છે જે અનુસંધાને ગત તારીખ ૭ જુલાઇથી સદસ્યતા અભિયાનની શરુઆત કરવામાં આવી છે જેના ભાગરુપે આજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહના માર્ગદર્શન અને સુચનાથી દરેક વિસ્તાર, બુથ સુધી પહોચવાનો લક્ષ્ય નિશ્ચિત કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.