૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો હવે ઘરે બેઠા મતદાન કરી શકશે

બિહારની ચૂંટણી નજીક હોવાથી સરકારનો નિર્ણય બનશે વધુ અસરકારક

કોરોનાના દર્દી પણ બેલેટ પેપરથી કરી શકશે મતદાન

સરકારે કોવિડ-૧૯ ના કોરોનટાઇન કરાયેલા ૬૫ વર્ષથી ઉપરની વયના મતદારો માટે પોસ્ટલ બેલેટ સુવિધા વિસ્તૃત કરવાનો નિર્ણય લઇ તેના અમલવારીની કવાયત હાથ ધરી છે. આ વર્ષે જ બિહારમાં યોજાનારી ચુંટણી અંતર્ગત વિધાનસભાની ચુંટણી પહેલા એક મહિના પૂર્વે સરકારે આ મહત્વનો ફેરફાર જાહેર કર્યો છે.

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ ભારતના મુખ્ય ચુંટણી પંચ સાથે કરવામાં આવેલી મસલત બાદ સરકારે ચુંટણી આચાર સંહિતા અધિનિયમ ૧૯૬૧ અંતર્ગત સુધારા સાથેનું આ જાહેરનામું પ્રસિઘ્ધ કર્યુ હતું.

આ જાહેરનામામાં જણાવાયું છે કે કાયદા અધિનિયમ ૨૭-એ પેટા નિયમ (એએ) ચુંટણી આચાર સંહિતા ધારા ૧૯૬૧ અંતર્ગત કોઇ વ્યકિત વિકલાંગ અથવા તો શબ્દો, અક્ષર અને આંકડાકિય કૌશલ્ય ન ધરાવતાં હોય અથવા કોરોનાનો અસરગ્રસ્ત હોય તેવા લોકોને પોસ્ટલ બેલેટ માજ્ઞે સમાવેશ ગણવામાં આવે છે.

ચુંટણી આચાર સંહિતાની કલમ-ઇ માં ૮૦ વર્ષના નાગરીકો માટે આંકડા અને શબ્દ અને આકૃતિઓના માઘ્યમ થી મતદાન કરાવવાની જોગવાઇ મુજબ પોસ્ટલ મતદાન માજ્ઞટે કોવિડ-૧૯ના દર્દીઓની ૬૫ વર્ષની વય ગણતરીમાં લેવામાં આવીછે. ચુંટણી આચાર સંહિતા અધિનિયમના કલમ -સી પછી વધારાની કલમ(ક) દાખલ કરવમાં આવશે. જેમાં કોવિડ-૧૯ ના શંકાસ્પદ અથવા અસરગ્રસ્ત વ્યકિતઓ  કરી જે મતદારોને કોવિડ-૧૯ નો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય તેઓને આ પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે.

કોવિડ-૧૯ ના પોઝીટીવ રીપોર્ટના કારણે જે લોકોને હોમકોરોનટાઇન અથવા તો સામુહિક રીતે કોરોનટાઇન કરવામા આવ્યા હોય અને રાજય અને કેન્દ્ર સરકારના વહીવટી તંત્ર દ્વારા સુચિત કરવામાં આવ્યા હોય તેવા લોકોને આ સુવિધાઓમાં આવરી લેવામાં આવશે.

ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા માર્ગ દર્શન અને જોગવાઇમાં જણાવવામાં આવ્યું છે કે ૬૫ વર્ષની વય કે સમાન વય જુથના કોવિડ-૧૯ ના સંક્રમિત દર્દીઓ ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની એક માત્ર આદર્શ  પઘ્ધતિ બની શકે છે. આ વય જુથના બધા માટે પોસ્ટલ મતદાનની સુવિધા સરળ બનાવવામાં આવે તો મતદાનની ટકાવારી પણ વધારી શકાશે.

Loading...