Abtak Media Google News

જ્યોતિષ શાસ્ત્ર એવું માધ્યમ છે જેનાથી માનવ જીવનની દરેક સમસ્યા સહેલાઇથી ખતમ કરી શકાય છે. એટલું જ નહીં જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી તમે કોઇપણ વ્યક્તિના સ્વભાવ અંગે જાણી શકો છો. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું કે જેનાથી તમે રાશિ પરથી જાણી શકો છો કે કેવો છે તમારો સ્વભાવ. આજે આપણે વૃષભ રાશિના લોકોના સ્વભાવ અંગે જાણીશું. જો તમારી આસપાસ વૃષભ રાશિના લોકો છે તો તમે પણ તેનો સ્વભાવ જાણી શકો છો. તો આવો જોઇએ વૃષભ રાશિના લોકો કેવા હોય છે.

વૃષભ રાશિના વ્યક્તિ અત્યંત દ્રઢ પ્રતિજ્ઞ, સંતોષી અને પરિશ્રમ કરનારા હોય છે. આ લોકોને મુખ્ય રીતે ગળા અને હૃદયની બીમારી હોય છે. તેમજ તે લોકોની પાચનક્રિયા કમજોર હોય છે આ લોકોએ હળવુ ભોજન કરવું જોઇએ.

આ રાશિમાં જન્મ લેનારાને ત્રીજા વર્ષમાં અગ્નિથી 6 અને 10માં વર્ષમાં ઉંચા સ્થાનથી પડવાનો ભય, 16માં વર્ષમાં સાપથી, 25માં વર્ષમાં પાણીથી અને 33-46-52 અને 53માં વર્ષમાં અલગ અલગ કારણોથી શરીરમાં બીમારીઓ થઇ શકે છે.

વૃષભ રાશિના લોકોને હંમેશા વેપાર કરવામાં રુચિ હોય છે. તે લોકો ક્યારેય ધનનો સંગ્રહ પણ કરી શકતા નથી. આવા લોકો ખાસ કરીને સંગીત કળામાં નિપુણ હોય છે. રાજકીય કાર્યમાં સફળતા મળી શકે છે. પ્રેમના કારણે આ લોકો દરેક વસ્તુ દાવ પર લગાવી શકે છે. વૃષભ રાશિના લોકો માટે સફેદ રંગ, સોનું, હીરા શુભ છે. શુભ દિવસ શુક્રવાર અને શુભ અંક 2-3-6-7 છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.