Abtak Media Google News

પ્રજા જ્ઞાતિ-જાતિ આધારિત રાજકારણની જગ્યાએ માત્ર વિકાસવાદને મત આપશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જનતા કોને મત આપશે તે અંગે અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યાં છે. જો કે, ઈતિહાસ ગવાહ છે કે, ગુજરાતના લોકોએ અત્યાર સુધી વેલ્યુ બેઈઝડ્ રાજકારણને જ સ્વીકાર્યું છે. વેલ્યુ બેઈઝડ્ રાજકારણ માટે રાજકારણીઓ પણ આદર્શ હોવા જ‚રી બની જાય છે. ગુજરાતની પ્રજા આ મામલે ખૂબજ ચતુર છે. માટે જ અહીંની ચૂંટણી પર સમગ્ર વિશ્ર્વની નજર ટકે છે.

રાજકારણને ભલે રાજકીય પક્ષો વધુ હવા આપી રહ્યાં હોય પરંતુ રાજયની પ્રજાએ અત્યાર સુધી માત્ર ને માત્ર આદર્શ અને નૈતિક ધોરણને ધ્યાનમાં રાખી વિકાસને જ અપનાવ્યો છે. રાજયના સાર્વત્રીક વિકાસ માટે આઝાદીકાળથી અત્યાર સુધી ગુજરાતની પ્રજાએ કરેલી પસંદગી કયારેય ખોટી સાબીત થઈ નથી. હાલ પણ ત્રણ યુવા નેતાઓની માધ્યમથી જ્ઞાતિવાદના રાજકારણને લઈ શાંતિ ડહોળવાનું કામ થાય છે. આ ષડયંત્રને ચૂંટણીમાં પ્રજા ઉઘાડું પાડશે.

આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત આદર્શની ભુમિ છે. ગાંધીથી મોદી કોઈ પણ હોય ગુજરાતની ધરતી ઉપર વેલ્યુવેઈઝડ્ રાજકારણ જ લોકમાન્ય બન્યું છે. ગુજરાતીઓ એવા લીડરને જ મત આપે છે જેઓ તેમને ગાઈડ કરી શકે. નરેન્દ્રભાઈ મોદી દેશના સૌથી વધુ લોક લાડીલા નેતા હોવાનો દાવો થઈ રહ્યો છે.ગુજરાતની પ્રજાએ ઈતિહાસમાં હંમેશાથી વેલ્યુ બેઈઝડ રાજકારણને મહત્વ આપ્યું છે. જેના પરિણામે જ ગુજરાતનો વિકાસ અન્ય રાજયો કરતા વધુ સારી રીતે થઈ રહ્યો છે. રાજયના વિકાસમાં તંદુરસ્ત રાજકારણનું સૌથી મોટુ મહત્વ હોય આ મામલે પણ ગુજરાતી પ્રજા શ્રેષ્ઠ સાબીત થઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ કોઈપણ હોય ગુજરાતના લોકોએ હંમેશા વિકાસને પ્રોત્સાહિત કરવા જ મતદાન કર્યું હોવાની વાત જગ જાહેર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.