Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧ થી ૯માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આજે સાચો કોર્પોરેટર એજ કહેવાય જે લોકસેવક બની વોર્ડના રેહવસિયોના કામો માટે ખડેપગે રહે: દિનેશભાઈ ભટ્ટ (સામાજિક અગ્રણી )

Vlcsnap 2021 01 27 11H50M49S612
વોર્ડ નું ૨ ના સમાજીક અગ્રણી દિનેશભાઈ ભટ્ટ એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે સંતોષ ની જો વાત કરી તો જાગૃત મતદારો ની જરૂર એટલી છે કે એમને તરવાયો બનવું જોઈ આજના કોર્પોરેટર એ ઘરે ઘરે જઈને વાસ્તવિક મુશ્કેલી હલ કરવું જોઈ. પોતાના સમાજ કે વાસ્તકવીક સ્થિતિ કોઈ સમજતું નથી. આજે કોર્પોરેટર એ જ કેહવાઈ જે લોકસેવક બની શકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને દેખરેખ કરનાર ની સિસ્ટમ થોડીક કાચી પડે છે. લોકોની અપેક્ષા વધતી જાય છે લોકોની અપેક્ષા પુરી કરે એવા કોર્પોરેટર જોઈ છે.

એવા નગરસેવક જોઇએ જે ગ્રાઉન્ડ પર  રહી લોકોની વચ્ચે રહે: ઇન્દ્રવદનભાઈ  રાજ્યગરૂ (સામાજિક અગ્રણી)

Vlcsnap 2021 01 27 11H53M18S337

વોર્ડ નું ૨ ના સામાજિક અગ્રણીબ ઇન્દ્રવધનભાઈ રાજ્યગુરુ એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતુ કે પાણી ની સુવિધા નથી મળતી રોડ રસ્તા ના કામો અટકી જાય છે. સરકાર દ્વારા મળતી સુવિધા થી અમે સંતુષ્ટ છી પણ બાંધકામ થી નથી. એવાં કોર્પોરેટર જોઈ છે જે ઝીરો ગ્રોઉન્ડ પર રઇ લોકો ની વચ્ચે રહે તે કોંગ્રેસના પણ એટલાજ વખાણ કરે છે. લોકો ના પ્રશ્નોનું નિરાકરણ કરતા અને પ્રજાજનો ને આવા કોર્પોરેટર થી સંતોષ રહે છે. સમૃદ્ધ રાજકોટ તથા ભ્રષ્ટાચાર રહિત રાજકોટની આશા છે એમને આજના કોર્પોરેટર એ ઘરે ઘરે જઈને વાસ્તવિક મુશ્કેલી હલ કરવું જોઈ. પોતાના સમાજ કે વાસ્તકવીક સ્થિતિ કોઈ સમજતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.