Abtak Media Google News

મહામારી સામે લડવા તંત્રને સહયોગ આપો: કલેકટરની અપીલ

જામનગરમાં હાલમાં કોરોના વાઈરસની બીમારીનું લોકલ સંક્રમણ વધી રહ્યું છે. રોજ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રોજના દસથી વીસની સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે કલેક્ટર રવિશંકર દ્વારા લોકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, લોકો કામ વગર બહાર નીકળે નહીં સાથે જ નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને સંક્રમણથી બચાવવા માટે ખાસ કામ વગર ઘરની બહારન ન નીકળવા જણાવવામાં આવ્યું છે. સાથે જ જિલ્લા સમાહર્તા રવિશંકરે જામનગરવાસીઓને કોરોના વાઈરસની મહામારી સામે લડવા તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ભીડવાળા સ્થળો પર જવાનું ટાળો, એકબીજા સાથે સલામત અંતર બનાવો, નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો, વારંવાર પાણી અને સાબુથી આપણે હાથ ધોવા જઈએ અને જો હાથ ધોઈ શકવાની વ્યવસ્થા ન હોય તેવા સમયે આલ્કોહોલબેઝ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરો. જાહેરમાં થૂંકો નહીં અને આપની આજુબાજુ કોઈપણ જગ્યા ઉપર પાન ખાઈને લોકો થૂંકતા હોય તો તેને અટકાવવાનો પ્રયાસ કરો.

આ સમયે જામનગરની જનતાને અનુરોધ કરાયો છે કે, લોકો આ ભગીરથ પ્રયાસમાં સરકારને સહયોગ આપે, જેથી આ મહામારીથી બચવા માટે યોગ્ય પગલાં લઈ શકાય. સાથે-સાથે તંત્ર દ્વારા જી.જી. કોરોના હેલ્પલાઈન નં. ૬૩પર૬ ૯૧૯૩૧, ૬૩પર૬ ૯૧૯૩ર, ૬૩પર૬ ૯૧૯૩૩, ૬૩પર૬ ૯૧૯૩૪, ૬૩પર૬ ૯૧૯૩પ પર કાર્યરત છે. આ નંબર ઉપર સંપર્ક કરીને કોરોના બાબતે એવું અનુભવાય કે, કોરોનાના લક્ષણો જેવા કે તાવ-શરદી વગેરે જણાય છે અથવા તો પરિવારના કોઈપણ વ્યક્તિમાં આ લક્ષ્ણો જણાયા છે તો આ નંબર પર સંપર્ક કરીને અને હોસ્પિટલમાં આવ્યા વગર સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.