Abtak Media Google News

સપ્તસંગીત ૨૦૨૦માં કલાપારખુઓ ઓતપ્રોત થયા

રાજકોટમાં સપ્તસંગીતી-૨૦૨૦નું ભવ્ય આયોજન  હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવેલ છે. રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે ગઇકાલના રોજ પ્રખ્યાત બાંસુરીવાદક રનેન્દ્રનાથ મજુમદાર જેને ભારતીય સંગીત પ્રેમીઓ રોનુ મજુમદાર નામની ઓળખાય છે.  બાંસુરીવાદક રોનુ મજુમદારનું નામ આજે બાંસુરીના પર્યાય તરીકે ઓળખાય છે. ત્યારે રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે બાંસુરી વાદક રોનુ મજુમદાર અને તેમની સાથે બનારસ ધરાનામાં મહાન તબલાવાદક પંડીત કિશન મહારાજના દોહિત્ર અને સુપ્રસિઘ્ધ કથ્થક કલાકાર પંડીત વિજય શંકરના પુત્ર તબલાવાદક શુભ મહારાજની જુગલબંધીએ સંગીત પ્રેમીઓને સંગીતની દુનિયામાં ઓતપ્રોત કર્યા હતા. તથા રાજકોટના ઉર્મિ મકવાણા ગાયન તથા વેદ શુકલ જેઓ તબલાવાદક અને પલાશ ધોળકીયા, હાર્મોનિયમના ત્રિવેણી સંગાથે લોકો સંગીતમય બન્યા હતા.

ત્યારે આજરોજ રાત્રે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ધૃપદ ગાયકી શૈલીનું પ્રતિનિધિત્વ કરતા પંડીત ઉમાકાંત ગુંદેયા તથા અનંદ ગુંદેયા  સંગાથે અખિલેશ ગુંદેયા જેઓ પળવાજ વાદક છે. તેઓ સંગીતના સૂર રેલાવશે.

અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રખ્યાત બાંસુરીવાદક રોનું મજુમદાર એ જણાવ્યું હતું કે રાજકોટ મને ખુબ જ પસંદ છે. રાજકોટમાં હું ર૦૦૩ માં આવ્યો હતો. ત્યારે નાનુભાઇ જીવતા હતા. ત્યારે આ હેમુ ગઢવી નવો જ બન્યો હતો. ત્યારબાદ પણ ઘણી વખત આવ્યો છું. ગુજરાતમાં બાંસુરી વગાડવાની ખુબ જ મજા આવે છે. અહિંસાના લોકો ખુબ જ પ્રેમ કરે છે. શાસ્ત્રી સંગીતને પસંદ કરે છે.

મેં બાંસુરીને નથી પસંદ કરી પરંતુ બાંસુરીએ મને પસંદ કર્યો છે. મારા પિતાજી વ્યવસાયીક કલાકાર હતા નહી તેઓ પાર્ટીશન બાદ બનારસમાં હતા તો પન્નાબાબુ પાસે  થોડા શોખ માટે શીખ્યું હતું. તો બાંસુરી અપજે આપ મારા હાથમાં આવી ગઇ મને વિચાર્યુ ન હતું. કે હું બાંસુરી વગાડું પરંતુ વગાડતા, વગાડતા તે મારો હિસ્સો બની ગયો અને કયારે તે જીવન બની ગયું બાંસુરી સાથે મેં ગીતો ગાવાનું પણ શિખ્યું પરંતુ બાંસુરી મારું મુખ્ય વાદ્ય બની ગયું.

વાદન માટે તો પોતાની શૈલીને ડેવલોપ કરવી પડે પરંતુ તેનો કોઇને કોઇ બેઝ જરૂર હોય તો બેઝ મરુ મેયર ધરાના છે બીજા ધરાનાઓમાંથી પણ થોડું ઘણું લીધું છે મારા ગાયનના  ધરાના છે તે ખુબ રસપ્રદ છે.

લક્ષ્મણ પ્રસાદ જયપુરવાલે ગુણી ગંવર્ધ જેમને અમીરખાન સાહેબ માનતાન હતા. તો તેમના અંત સમયે હું તેમને સાથે રહ્યો તો તે ધરાના કુમારશામ ગોસાઇ ધરાના છે. તે આઘ્યાત્મિક ધરાના છે. બધા જ ધરાના આઘ્યાત્મીક છે તેમાં વધુ કૃષ્ણના પદછ ગાવામાં આવતા હતા. હવેલી સંગીતમાં હોય છે તો પદના કારણે મને ખુબ જ શિખવા મળ્યું.

મારા માટે સંગીત જીવનનો એવો ભાવ છે જે ભાવ  રસને અમે લોકો જીવીએ છીએ. તેમના વગર જીવન સુનુ છે. જીવનમાં જીવવા માટેની આશા અને ઇચ્છા સંગીતથી જ હોય છે. તે માટે જ કલાકાર ખુબ જ ભાગ્યવાન હોય છે. કે બીજાને આનંદ આપતા પહેલા પોતે જ આનંદીત હોય છે.

હું ગુલઝારસાહેબનો ખુબ જ મોટો ચાહક છું. તેમના તો બધા જ ચાહકો છે. તેમનું જે લેખન છે જેમ કે કભી કભી સાબ અપના લગતા કે કભી કભી સબ સપના લગતા હૈ તો એક વાતમાં વાત કહી દેવાવાળા લોકો ખુબ મોટા હોય છે. તો તેમના માટે હું જયારે કામ કરતો હોય તો મને મ્યુઝીક ડાયરેકટર સામે નો ઘ્યાન હોય પરંતુ તેનાથી વધુ ગુલઝાર સાહેબ સામે ઘ્યાન હોય કે તેઓ શું કહી રહ્યા છે. તેઓ શું કહેવા માંગે છે. તે જે ખુશી મને પાની રે પાની રે ઔર ખારી પાની રે ના મુખડાના બોલ એટલા દિલમાં લાગી ગયા તો તે હિસાબે મેં વગાડયું હતું. પહેલી વખત મારા પર અસર એટલી થઇ હતી કે શબ્દોમાં નિ:શબ્દ હોવા છતાં બાંસુરી જોઇએ તો નિશબ્દ છે. પરંતુ શબ્દનો ભાવ છે. શબ્દોમાં ભાવ છે. તો તેવી રીતે મે વાદન કર્યુ હતું.  અને મને ખુશી છે કે મેં આવા મહાન વિભૂતિની સેવા કરવાનો મોકો મળ્યો.

અબતક સાથેની વાતચીત દરમિયાન તબલાવાદક શુભ મહારાજએ જણાવ્યું હતું ક. હું ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં આવ્યો હતો. ત્યારબાદ આજે બીજી વખત આવ્યો છું. હું પ્રખ્યાત બાંસુરી વાદક રોનું મજુમદાર સાથે વાદક કરીશ રાજકોટના લોકો સંગીતને ખુબ જ પ્રેમ કરે છે. કલાકારોને આદર આપે છે ગુજરાતમાં છેલ્લા ર૦ થી રપ વર્ષ થી સંગીતની સંભાળવાવાળો વર્ગ છે. તે મારા ખ્યાલથી બીજા રાજયોમાં આટલો જોવા નથી મળતો તે માટે ખુબ જ આનંદ થાય છે.

જયારે ગુજરાતમાં અમદાવાદમા: દર વર્ષે આવીએ છીએ મારા માતાજીનો જે પરિવાર છે મારા નાનાના ઘરમાં દોઢસો વર્ષથી બધા તબલાવાદક છે. મારા ખ્યાલ મુજબ છઠ્ઠી કે સાતમી પેઢી હશે જે તબલા વગાડે છે. ઘરની એક પરંપરા હતી તો મારા ચુનવા પહેલા મને તબલા શિખવાડવાનું શરુ કરવામાં આવ્યું હતું. તો તેમાં આગળ યાત્રા શરુ થઇ ગઇ હું બનારસ ધરાનાનું વાદન કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.