Abtak Media Google News

પેન્ટાગોન/ કોઝી કોર્ટ યાર્ડ રઘુવંશી પરિવારના રઘુવંશીઓ જલારામ બાપાની જયંતિએ કાંઈક નવું કરવાની અને આવનારી પેઢીને બાપાના જીવન ચરિત્રમાંથી ભકિત, શકિત અને અન્નદાનનો ખરા અર્થે મહિમા સમજાવશે. લોકસાહિત્યકારની શૈલીમાં શાસ્ત્રીજી રાકેશભાઈ ભટ્ટ (ભટ્ટજી) અને સાથે જલારામ બાપાના ભજન અને સંગીતના સથવારે સાથ પુરાવશે. કલાકાર પ્રદિપભાઈ કકકડ, કાજલ ગજજર અને ઓરકેસ્ટ્રામાં સાથ આપશે. જનક દવે (સાઉન્ડ સીસ્ટમ) સાથે ભજન અને ભોજન, મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન સાંજે ૭ કલાકે જલારામધામ પેન્ટાગોન/ કોઝી એન્ટરન્સ એરીયા, અંબિકા ટાઉનશીપ રોડ રાજકોટ ખાતે આયોજન કરાયું છે. આશરે ૩૦૦૦ જલારામ ભકતો મહાઆરતી પછી પ્રસાદ ગ્રહણ કરશે. તેમજ બાપાને ૨૨૦ કિલોનો બુંદી ગાંઠીયાનો થાળ ધરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા પેન્ટાગોન/ કોઝી કોટયાર્ડનાં રઘુવંશીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે ધર્મેશભાઈ વસંત, વિનુભાઈ જીમુડીયા, વિમલભાઈ કારીયા, બિમલભાઈ કોટેચા, રસેષભાઈ કારીયા, હેમેન્દ્રભાઈ ઠકકરાર, પરાગભાઈ કારીયા, કેવલભાઈ વસંત, નિરવ રાડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.