Abtak Media Google News

રૂ.૧ લાખના દંડમાંથી ૭૫ હજાર પીજીવીસીએલને વળતર ચુકવવા: દંડ ન ભરે તો વધુ છ માસની સજા

શહેરના પેડક રોડ પર આવેલા બાલાજી કાસ્ટીંગ .નામે ધંધો કરતા પ્રવિણભાઈ ઘુસાભાઈ આંબલીયાને રમેશભાઈ મોહનભાઈ સગર પાસેથી સર્કિટ મેળવી અને તેનો ઉપયોગ કરી વીજમીટરમાં સર્કિટ લગાડી વીજબીલ ઓછું આવે તેવી વ્યવસ્થા કરી હતી. પોલીસે ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતી. સદરહું કેસ ચાલવા ઉપર આવતા પ્રથમ વખતના ગુન્હામાં આરોપીએ રકમ ભરપાઈ કરી આપેલી. આમ બીજી વખતનો ગુન્હો હતો. જેમાં અદાલતે ફરિયાદીની જુબાની માનીને તેવું ઠરાવેલું કે, સદરહું કેસના અનુસંધાને અદાલતે સંજોગો બીજી વખતની ચોરીમાં વીજચોરીની રકમથી છ ગણો દંડ કરવાની જોગવાઈ હોય હાલના કેસમાં વીજચોરીની રકમ રૂ.૦-૦૦ હોય તેથી પ્રવિણ આંબ્લીયાને તથા સરકીટ લગાડી વીજચોરી કરતા સર્કિટના વીજચોરોને સબક મળે તે માટે થઈ રૂ.૧ લાખનો દંડ તથા ટી.આર.સી.ની સજા ફટકારવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં મુળ ફરિયાદીની પીજીવીસીએલ વતી ધારાશાસ્ત્રી જીતેન્દ્ર એમ.મગદાણી રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.