બેડી યાર્ડમાં સ્ટોક થતા મગફળીની આવક બંધ કરાઈ

આજે વધુ ૧૫૦૦૦ ગુણીની આવક

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દિન પ્રતિદિન મગફળીની મબલક આવક થઈ રહી છે. દરરોજ ૧૦૦૦૦થી વધુ ગુણી યાર્ડમાં ઠલવાઈ રહી છે. ત્યારે આજે વધુ ૧૫૦૦૦ ગુણીની આવક થવા પામી છે. મગફળીનો સ્ટોક વધી જતા આજથી મગફળીની આવક પર અનિશ્ર્ચિત મુદત સુધી બંધ કરાઈ છે.

નવા બેડી યાર્ડમાં આજ વધુ ૧૫૦૦૦ મગફળીની ગુણીની આવક થઈ છે. ત્યારે દરરોજ હરરાજી કરતા આવક વધી જવા પામે છે. તેમજ વરસાદની આગાહી અને ભેજવાળી મગફળીને કારણે માલ બગડે નહિ તે માટે આજથી વધુ એક વખત આવક પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. હાલ યાર્ડમાં ૭ હજાર જેવી ગુણી વેચાણ અર્થે પડી છે. અને જયાં સુધી નવી તારીખ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી મગફળી ન લાવવા ખેડુતોને તાકીદ કરવામાં આવી છે. મગફળીના સરેરાશ ભાવ ‚ા. ૭૦૦ થી ૧૦૦૦ સુધીનાં બોલાઈ રહ્યા છે.

Loading...