Abtak Media Google News

અતિવૃષ્ટિથી મગફળીની ગુણવતા ઘટતા મગફળીના ભાવનો ટેકો હટ્યો

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે પાંચ દિવસના વિરામ બાદ આજે ફરી મગફળીની આવક શરૂ કરાતા આજ સવારથી મગફળીની ધરખમ આવક થવા પામી છે. નવા યાર્ડ ખાતે ૧૪૦૦૦થી વધુ મગફળીની ગુણીની આવક થઇ છે. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોની મગફળી પલળી જતા ભેજવાળી મગફળી આવતી હોય જેથી છેલ્લા પાંચ દિવસથી આવક બંધ કરાઇ હતી. આજરોજ યાર્ડ ખાતે ભેજવાળી, સુકી વગેરે મગફળીની આવક થઇ છે. ત્યારે મગફળીના સરેરાશ ભાવ રૂ.૭૦૦થી ૧૦૦૦સુધીના બોલાયા છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને મોટુ નુકશાન થવા પામ્યુ છે. સૌરાષ્ટ્રનો મુખ્ય પાક ગણાતો એવો મગફળીનો પાક અતિભારે વરસાદને કારણે મોટાભાગે નિષ્ફળ ગયો છે. અને જે મગફળી તૈયાર થઇ છે. તેમાં પણ ભેજનુ પ્રમાણ અતિશય જોવા મળ્યુ છે. ત્યારે ભેજવાળી મયફળી રાજકોટ બેડી યાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતોને પુરતા ભાવ મળતા ન હોય જેથી બેડી યાર્ડ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ભેજવાળી મગફળીને કારણે આવક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હોય જેથી ખેડૂતો ફટાફટ પોતાનો માલ વેચી રહ્યા છે. ભેજવાળી મગફળી થોડા દિવસોમાં ઉગી જતા કે બગડી જતા ખેડૂતો હાલ પોતાની મગફળી ફટાફટ વહેંચી રહ્યા છે. આગામી ૨૧ ઓકટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે અને જેનો રૂ.૧૦.૫૫ ભાવ મળશે. ત્યારે હાલ ઓવા ભાવે પણ ખેડૂતો  પોતાની મગફળી બગડે તે પહેલા વહેચી નાખવા યાર્ડમા ઠાલવી રહ્યા છે.

ચાલુસાલ અતિવૃષ્ટિ સર્જાતા મગફળીની ગુણવતા ઘટના ખેડૂતો પોષણક્ષમ ભાવો મેળવી શકશે નહિ. મગફળી બગડી જવાના ભગ વચ્ચે ખેડૂતો ટેકાના ભાવની ખરીદી પૂર્વ જ ઓપન માર્કેટમાં પોતાનો માલ ઠાલવી રહ્યા છે.

ત્યારે પાંચ દિવસ બાદ આજરોજ ફરી મગફળીની આવક શરૂ થવા પામી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આજે ૧૪૦૦૦થી વધુ ગુણીની આવક થઇ છે. રાજકોટ આસપાસના ગામો ઉપરાંત કાલાવડ હળવદ પંથકમાથી પણ મગફળીની આવક થવા પામી છે.

ભેજવાળી, સુકી, ઉપરાંત નબળી, સારી કવોલીટીની એમ તમામ પ્રકારની મગફળી આજરોજ વેચાણ અર્થે આવી છે અને રૂ.૭૦૦થી લઇ ૧૦૦૦ સુધીના ભાવો હરરાજીમાં બોલાયા છે.

સુત્રોમાથી માળતી વિગત મુજબ ભીની મગફળીના રૂ.૭૦૦થી ૮૦૦ તેમજ સુકી, સારી ગુણવતાવાળી મગફળીના રૂ.૮૦૦થી લઇ ૧૦૦૦ સુધીના ભાવો બોલાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.