Abtak Media Google News

રાજયના ૧૮.૭૫ લાખ પરીક્ષાર્થીઓ: સૌરાષ્ટ્રકચ્છમાં .૭૬ લાખ પરીક્ષાર્થીઓ, રાજકોટ જિલ્લામાં ૯૫,૭૯૦ પરીક્ષાર્થીઓ ધો.૧૦માં ગુજરાતી, ધો.૧૨ સામાન્ય પ્રવાહના નામાનાં મુળતત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્રનું પેપર

પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૪૪ની કલમ લાગુ

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજયભરમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધો.૧૦ અને ધો.૧૨ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ સળંગ ૧૦ દિવસ સુધી પરીક્ષા આપવાના છે ત્યારે આજે પ્રથમ દિવસે દરેક પરીક્ષાર્થીઓનું કુમ-કુમ તિલક કરી મોં મીઠા કરાવી પરીક્ષા કેન્દ્રોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ૧૦ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પરીક્ષાનો માહોલ છવાયેલો રહેશે. ધો.૧૦ની પરીક્ષામાં ૨,૩૭,૩૧૨ જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧,૧૭,૭૯૨ મળી સૌરાષ્ટ્રમાં ૩,૮૨,૬૯૨ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ શાંતીપૂર્ણ માહોલમાં થયો છે.

1 9

 

રાજકોટ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના કુલ ૯૭ હજારથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેમાંથી ૩૫૭ બિલ્ડીંગના ૩૩૬૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધો.૧૦માં ૫૭,૦૬૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે તેમના માટે ૧૯૯ બિલ્ડીંગ ૧૯૦૪ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૦,૬૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે તેમના માટે ૪૯ બિલ્ડીંગમાં ૫૧૭ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેવી જ રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૮,૪૧૦ પરીક્ષાઓ નોંધાયા છે તેમના માટે ૧૦૯ બિલ્ડીંગમાં ૯૪૭ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ધો.૧૦ના ૨૪ કેદીઓ અને ધો.૧૨ના ૧૩ કેદીઓ સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપવાના છે. તેમજ રાજકોટના ૫૦ જેટલા દિવ્યાંગો ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આપશે.

58933 Xxvrhoryci 1518456322

આજથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં રાજયભરમાં ધો.૧૦ અને ધો.૧૨માં કુલ ૧૮.૭૫ લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા દેનાર છે. સવારે ૧૦:૦૦ વાગ્યાથી ધો.૧૦ની પરીક્ષાના વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરીને મોં મીઠુ કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોર બાદ ધો.૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. રાજકોટ શહેર-જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના પાંચ ઝોન કાર્યરત છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર ખડેપગે છે. રાજકોટ જિલ્લાની ૩૦૦ જેટલી સ્કુલોમાં સીસીટીવી કેમેરાથી પરીક્ષાર્થીઓનું મોનીટરીંગ કરવામાં આવશે. તેમજ ૮૭ જેટલી સ્કુલોમાં સીસીટીવી ન હોય ત્યાં ટેબલેટ દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળયો હતો. ધો.૧૦માં ગુજરાતીનું તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મુળતત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર પરીક્ષાર્થીઓ આપશે.

નિર્મલા કોન્વેન્ટમાં કલેકટરડીઈઓએ વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા

20190307093326 Img 4138

આજથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કુલમાં કલેકટર રાહુલ ગુપ્તા અને ડીઈઓ આર.એસ.ઉપાધ્યાયે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ ડીઈઓ અનિલ રાણાવશીયા અને ડીપીઈઓ મેહુલ વ્યાસે વિરાણી સ્કુલમાં જઈને ધો.૧૦ના વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરી મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી

753762 Chudasamabhupendrasinh 032718

આજથી ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે અને સેક્ટર ૨૩ સ્થિત સ્વામિનારાયણ ગુરુકલમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ ગભરાયા વિના પરીક્ષા આપે તેવો સંદેશો પણ પાઠવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.