Abtak Media Google News

ટ્રસ્ટીઓ પાસે રૂ.૩.૫૦ કરોડ માંગણી કરી હાથ-પગ ભાંગી નાખવાની દીધી ધમકી: ભૂતપૂર્વ ટ્રસ્ટી વિશાલ શાહની ધરપકડનો વીડિયો રેકોર્ડીંગ મોબાઈલમાં મોકલ્યો

શહેરના ગોંડલ રોડ પર આવેલ પીડીએમ કોલેજના ટ્રસ્ટીઓને ટ્રસ્ટના કોમ્પ્યુટર પ્રોગ્રામર રૂ.૩.૫૦ કરોડની માંગણી કરી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી દીધા અંગેની માલવીયાનગર પોલીસમાં ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભાએ લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પીડીએમ કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મેરામભાઈ હેરભાએ ગત તા.૧લી સપ્ટેમ્બરે માલવીયાનગર પોલીસમાં એચ.જે.દોશી હોસ્પિટલ સામે માલવીયાનગરમાં રહેતા અને ટ્રસ્ટના કોમ્પ્યુટર પ્રોગ્રામર સંજય સુરેશચંદ્ર પંડયા વિરુધ્ધ લેખીત ફરિયાદ આપી છે.

પીડીએમ માલવીયા કોલેજનું સૌરાષ્ટ્રમાં સાથે‚ એવી પ્રતિષ્ઠા ધરાવે છે. ૨૦૧૮થી પીડીએમ કોલેજના ટ્રસ્ટી તરીકે ઘનશ્યામભાઈ મેરામભાઈ હેરભા, મયુરભાઈ લાભભાઈ ખીમાણીયા, રાજુભાઈ રાવલ, જગદીશભાઈ ડોબરીયા અને હિરેનભાઈ લાભુભાઈ ખીમાણીયા ટ્રસ્ટી તરીકે જોડાયા છે.

ગત તા.૩૧ ઓગષ્ટના બપોરે પોણા બે વાગ્યે ઘનશ્યામભાઈ હેરભા અને મયુરભાઈ ખીમાણીયા પોતાના ટ્રસ્ટની ઓફિસે બેઠા હતા ત્યારે કોમ્પ્યુટર પ્રોગ્રામર સંજય પંડયા ત્યાં ધસી આવ્યો હતો અને વિશાલ મનોજ શાહની ફરિયાદ રદ્દ કરવા ‚રૂ.૩.૫૦ કરોડની માંગણી કરી હતી. આથી તેઓને આ રકમ આપવાની ના કહેતા ગાળો દઈ રૂ.૩.૫૦ કરોડ કઈ રીતે કઢાવવા તે પોતાને આવડે છે પોતાની પાસે એવા માણસો પણ હોવાની ગર્ભીત ધમકી દઈ હાથ-પગ ભાંગી નાખવાની તેમજ ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી દીધી હતી.

સંજય પંડયાએ ભૂતકાળમાં પેપર કૌભાંડ જેવા ગુનામાં સંડોવાયો હોવાનું અને વિશાલ શાહ સામે ખોટી ફરિયાદ દાખલ કરાવ્યાનો ઘનશ્યામભાઈ હેરભાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

સંજય પંડયાએ ગત તા.૩૦ ઓગષ્ટે પોતાના મોબાઈલમાંથી વિશાલ શાહની થયેલ ધરપકડ અનુસંધાને વીડિયો રેકોર્ડીંગ પોતાના મોબાઈલ મોકલી વિશાલ શાહ જેવી હાલત કરવાની ધમકી દીધાનો આક્ષેપ કરાયો છે.

સાંસ્કૃતિક, શૈક્ષણિક સમાજ ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી વિશાલ શાહ તેમજ શુદ્ધાબેન શાહ ટ્રસ્ટમાંથી રાજીનામુ આપેલ છે અને તેઓનું નામ પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટરમાંથી પણ કમી કરવામાં આવેલ છે. વિશાલ શાહ અને તેમના માતૃશ્રીને સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટ સાથે કંઈ લેવાદેવા ન હોવા છતાં સંજય પંડયા બળજબરીથી પૈસા કઢાવવા ધમકીઓ આપતો હોવાનું ઘનશ્યામભાઈ હેરભાએ અરજીમાં જણાવ્યું છે.

પીડીએમ માલવીયા કોલેજ ૬૦ વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા છે અને સરકારની ગ્રાન્ટમાંથી ચાલતી સંસ્થા સૌરાષ્ટ્રની સારી કોલેજોમાં નામના ધરાવે છે. આ સંસ્થામાં અત્યારે ૨૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓના ભવિષ્ય સાથે ઈરાદાપૂર્વક ચેડા કરી ગેરકાયદે ‚રૂ.૩.૫૦ કરોડની માંગણી કરતા સંજય પંડયા સામે કાયદેસર કાર્યવાહી કરવા અરજીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.