Abtak Media Google News

ધોળકિયા સ્કુલ, ઉત્કર્ષ સ્કુલ, સર્વોદય સ્કુલ, રેસકોર્સ ક્રિકેટ એકેડેમી અને ભાજપ અગ્રણીઓએ દુ: વ્યકત કરીને વિદ્યાર્થીઓની આત્માની શાંતી માટે પ્રાર્થના કરી

સુરતનાં સરથાણા વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગવાથી ૨૩ વિદ્યાર્થીઓનાં મોત નિપજયા હતા. આ ઘટનાથી સમગ્ર રાજયમાં શોક વ્યાપી ઉઠયો છે ત્યારે રાજકોટની ધોળકિયા સ્કુલ, ઉત્કર્ષ સ્કુલ અને સર્વોદય સ્કુલમાં વિદ્યાથીઓએ મૌન પાળીને હતભાગી છાત્રોને શ્રદ્ધાંજલિ પાઠવી તેઓની આત્મશાંતી માટે પ્રાર્થના કરી હતી. ઉપરાંત રેસકોર્સ ક્રિકેટ એકેડેમીનાં તાલીમાર્થીઓ દ્વારા તેમજ ભાજપ અગ્રણીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ હતભાગી વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવી મૌન પણ પાળ્યું હતું.

Vlcsnap 2019 05 25 12H58M14S87

કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા આર્કેટ એપાર્ટમેન્ટમાં ભીષણ આગની ઘટનાનો ભોગ બનેલ વિદ્યાર્થીઓ પ્રત્યે દર્દભરી સંવેદના વ્યકત કરી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી જણાવ્યું હતું કે, આ એક અતિ કરૂણ ઘટના છે.

ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી સંવેદનશીલ ભાજપા સરકાર આ દર્દભરી ઘટનાનો ભોગ બનેલ તમામ મૃતકોના પરિવારજનોની સાથે છે અને પરિવારજનોને રૂ.૪-૪ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જે-જે પરિવારોએ આ ગમખ્વાર ઘટનામાં તેમના કુળદીપક ગુમાવ્યા છે તેમના પ્રત્યે સાંત્વના અને સંવેદના વ્યકત કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે આ ઘટનાનો ભોગ બનેલ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા આર્કેટ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતાં ૧૫થી વધુ લોકોનાં કરૂણ મોત નિપજયા છે ત્યારે ટયુશન કલાસમાં ભણતા વિદ્યાર્થીઓ આગની લપેટમાં આવી ગયા હતા અને આગમાં મોતને ભેટનાર ટયુશનનાં વિદ્યાર્થીઓ પ્રત્યે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે દુ:ખની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, આ એક અતિ કરૂણ ઘટના છે ત્યારે રાજય સરકાર આ ઘટનાનો ભોગ બનેલા તમામ મૃતકોના પરિવારની સાથે છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી સંવેદનશીલ ભાજપા સરકાર દ્વારા મૃતકોનાં પરિવારને ૪-૪ લાખની સહાય જાહેર કરવામાં આવી છે ત્યારે દેશનું ભવિષ્ય એવા આ આશાસ્પદ વિદ્યાર્થીઓનાં નિધનથી તેમના પરિવારને ન પુરી શકાય તેવી ખોટ પડી છે ત્યારે ઈશ્ર્વર તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

બ્રહ્મસેના

રાષ્ટ્રનાં ભવિષ્ય, માવતરના કુળ દિપકો સુરત ખાતેની અગ્નિ દુર્ઘટનામાં હોમાયેલ ૨૩ વિદ્યાર્થીઓની આત્માને ઈશ્ર્વર પરમેશ્વર શાંતી અર્પે તેવી બ્રહ્મસેનાએ ભગવાનને પ્રાર્થના કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.