Abtak Media Google News

ઝાલાવાડ ને વિશ્વ ફલક ઉપર લઈ જવાના ભાગરૂપે જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સ્લોગન સાથે ગ્લોબલ ઝાલાવાડનું તારીખ ૨૭ થી ૨૯ ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય ભવ્ય આયોજન કરાયું છે, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કિશોરસિંહ ઝાલા તથા તેમની ટીમ દ્વારા ઝાલાવાડમાં મેગા એક્સપો અંતર્ગત મહા એક્ઝિબિશનનું આયોજન કરાયું છે, આ એક્ઝિબિશનના માધ્યમ ની નાના ઉદ્યોગો થી માંડીને મોટા ઉદ્યોગોની જાણકારીથી શહેરીજનોને અવગત કરાશે. આ મેગા એક્સ્પો આયોજનના ભાગરૂપે વિશાળ બાઇક રેલી સાથે રોડ શો નું આયોજન કરાયું હતું, જે શહેરના રિવરફ્રન્ટ પરથી પ્રારંભ થઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર યોજાયો હતો, આ બાઇક રેલીમાં વ્યાપાર, વાણિજ્ય,ઉદ્યોગ એસોશિયેશન, સામાજિક સંસ્થાના હોદ્દેદારો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા, તારીખ ૨૭ ડિસેમ્બરની રાત્રે ગ્લોબલ ઝાલાવાડના ભવ્ય મેગા એક્સ્પો નિમિત્તે પદ્મશ્રી પંકજ ઉદાસ ની ગઝલ નાઈટનુ પણ આયોજન કરવામાં આવ્યું છે, આમ ઝાલાવાડને વિશ્વ ફલક ઉપર રજુ કરવાના ભાગરૂપે તેમજ સુરેન્દ્રનગરમાં બેરોજગારીનો પ્રશ્ન હાલ થાય અને નવા ઉદ્યોગ એકમો ઝાલાવાડી ધરતી ઉપર સ્થપાય તેવા હેતુથી ગ્લોબલ ઝાલાવાડ અંતર્ગત ભવ્ય મેગા એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.