Abtak Media Google News

કોટડા સાંગાણીના રામોદમાં યોજાયેલ ‘ચમત્કારથી ચેતો’ કાર્યક્રમમાં પોલીસની સરાહનીય કામગીરી

રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના રામોદ ગામના સ્મશાનમાં નવદંપતિને ઉતારો આપી, ભૂતડાઓના ફૂલેકા સાથે અભિવાદન, શુભ-અશુભ મુર્હુને રાઠોડ પરિવારે જમીનદોસ્ત કરી નવતર કાર્યક્રમને જબરદસ્ત સફળતા મળી હતી. ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચતો લોકજાગૃતિનું આયોજન સાથે સદીઓ જુની માન્યતા, ગેરપરંપરા, કુરિવાજો, કૃપ્રથાને જાકારો આપવા જ્ઞાતિ સમાજના પંચને અપીલ કરવામાં આવી હતી. કોટડા સાંગાણી પોલીસ સ્ટેશને જ‚રી પોલીસ બંદોબસ્ત ફાળવી પ્રશંસનીય કાર્ય કર્યુ હતું.

રામોદ રાઠોડ પરિવારની જાન ગોંડલ તાલુકાના મોવીયા ગામે સુરેશભાઇ દાનાભાઇના ઘરેથી લગ્ન સમારંભ સંપન્ન કરી પરત આવતાની સાથે નવદંપતિનો ઉતારો ગામના સ્મશાનમાં રાખવામાં આવ્યો હતો. ભૂતડાઓએ ડી.જે. ના સંગાથે ફુલેકામાં સામેલ થઇ રોમાંચકતા ઉભી કરી હતી. શુભ-અશુભ, મુર્હુત, ચોઘડીયાને જમીનદોસ્ત કરી દફનાવી દેવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક માનસિકતાના દર્શન જોવા મળ્યા હતા. લોકો કુતુહલવશ હાજરી આપી નવતર કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. દેશના જ્ઞાતિ-સમાજ માટે પ્રેરણા સમાન કાર્યક્રમ પુરાવાર થયો હતો. લગ્ન મંડપમાં કન્યાદાન શબ્દને કાયમી તિલાંજલિ આપવામાં આવી હતી. દિકરી દાન દેવાની, ચીજવસ્તુ નથી તેવો અભિગમ સર્વમાન્ય બન્યો હતો. મોડી રાત લોકોની હાજરી જોવા મળી હતી.

વૈજ્ઞાનિક રીતે ઉદ્દઘાટનમાં બિપીનભાઇ લક્ષ્મણભાઇ, ભાણાભાઇ ઘેલાભાઇ, કનુભાઇ લખમણભાઇ, મનુભાઇ ચાંડપા, રમેશભાઇ સોલંકી, નરેશભાઇ પારઘી, સુરેશભાઇ રાઠોડ, મનસુખભાઇ ગોવિંદભાઇ, ભગતભાઇ અમરાભાઇ હાજરી આપી જાથાની વિચારધારામાં સુર પુરાવ્યો હતો.

જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ સૌ પ્રથમ રાઠોડ પરિવારને અભિનંદન આપી નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી. સ્મશાનનો કાર્યક્રમ કાયમ માટે યાદગાર બની રહેશે. સુધારો આપણા ઘરથી જ કરવો પડે, બોલવા સાથે આચરણ જ‚રી છે.

કોટડા સાંગાણીના પોલીસ સ્ટાફના હિતેશભાઇ પરમાર, પો.હેડ કોન્સ્ટે. અલ્પેશભાઇ રાઠોડ, પો. કોન્સ્ટે. અમીતભાઇ પાતુભાઇ, પો. કોન્સ્ટે. રીઝવાનભાઇ બસીરભાઇ પો. કોન્સ્ટે. અશોકભાઇ ડાંગરએ કાર્યક્રમમાં પ્રશંસનીય ફરજ બજાવી હતી. રાજયમાં ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.