Abtak Media Google News

અબ આયા ઉંટ પહાડ કે નીચે !

ભારતમાં વિવિધ પ્રકારના કૌભાંડ આચરીને વિદેશોમાં નાસી ગયેલા અનેક કૌભાંડકારીઓનું પ્રત્યાર્પણ કરીને ભારતમાં પરત લાવવા મોદી સરકારે પ્રયાસો તેજ કરી દીધા છે. આવા જ એક કૌભાંડકારી વિજય માલ્યાને લંડનથી ભારતમાં પાછા લાવવાની પ્રત્યાર્પણની પ્રક્રિયા મંજુર કરવામાં મોદી સરકારને સફળતા મળી છે જેની આગામી લોકસભાની ચુંટણીમાં આ મુદ્દો પણ ભાજપ માટે અતિમહત્વનો બની જનારો છે. ભાજપ આગામી ચુંટણીમાં કોંગ્રેસના શાસનમાં કૌભાંડમાં નાસી છુટેલા આરોપીઓને મોદી સરકાર પરત લાવીને સજા કરાવવા કટીબઘ્ધ છે તેવો મુદ્દો ઉછાળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

ભારતમાં નાદાર થઈને ભાગેલા ઉધોગપતિ વિજય માલ્યાને ભારતના પ્રત્યાર્પણ માટેના આદેશો પર હસ્તાક્ષર કરી દીધા છે. ૨૦૧૮માં જાવિદે આ મામલો હાથ પર લીધો હતો. એપ્રિલ-૨૦૧૮થી કાયદાની ઓરણ પર ચઢેલા આ મામલે આઠ અઠવાડિયા પછી રવિવારે મુખ્ય ન્યાયમંત્રી એમાં અરબુથ નોટની કોર્ટમાં વિજય માલ્યાને ભારત પરત મોકલી દેવાના કેસની સુનાવણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ છતાં માલ્યાએ પોતાના વકીલો મારફત ભારતના પ્રત્યાર્પણ સામે પોતાનો પક્ષ રાખવા પ્રયત્નો શરૂ કરી દીધા છે.

ગૃહવિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, ગૃહવિભાગે ૩જી ફેબ્રુઆરીએ માલ્યાના ભારતનાં પ્રત્યાર્પણ માટેના આદેશોને જારી કરી દીધા હતા. વિજય માલ્યા ભારતમાં ખોટી જામીનગીરી અને ગેરરીતી કરીને અબજો રૂપિયાના નાણાકીય ભ્રષ્ટાચારમાં ભારતનો આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યા બાદ બરાબર લેવા જ બ્રિટીશમાં અંગેનો નિર્ણય લેવાયો છે. ભારતે સૌપ્રથમવાર આ મામલાની ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માલ્યા હવે ૧૪ દિવસની મુદતમાં અપીલ કરવાની મથામણમાં પડી ગયો છે.

ગૃહસચિવના આદેશ મુજબ તેને ૨૮ દિવસમાં અદાલત સમક્ષ રજુ થવું પડશે તેની સામે વિજય માલ્યાની બચાવની અંતિમ તક મળવાની છે ત્યારે ૯ હજાર કરોડ રૂપિયાના ગંજાવર ભ્રષ્ટાચાર કરનાર બિઝનેશ ટાયકુનમાંથી નાદાર જાહેર થયેલા લિકરકિંગ પોતે જ હવે કાયદાની બાટલીમાં પુરવવાની સ્થિતિમાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના કાળાધનના ઉપાર્જન કરનારાઓ અને મોટા ભ્રષ્ટાચાર આચારનારાઓ આર્થિક ગુનેગારોને કડક શિક્ષા આપવાનો હાથ ધરેલો મનસુબાનું કડક હાથે અમલ કરવાના ચક્રોગતિમાન કરવામાં આવતા વિજય માલ્યાને ભારત લાવવાના રસ્તા એક પછી એક ખુલી રહ્યા છે.

વિજય માલ્યાને ભારત લાવવા માટેની ગતિવિધિઓને મહત્વની સફળતા મળી છે. માલ્યાની વિશ્વની અનેક દેશોમાં પથરાયેલી ૧૦,૪૨૧ કરોડ રૂપિયાની મિલકત અને ટાંચમાં લઈ ૧૩ ભારતીય બેંકોના નાણાની વસુલાત માટે લંડન અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.