રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ની રાષ્ટ્રધર્મ સદ્ભાવનાથી પાવનધામ કાંદિવલી બન્યુ કોવિડ કેર સેન્ટર

કોરોના સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇ ગુ‚દેવ ક્રાંતિકારી નિર્ણય લીધો

મુંબઇમાં કોરોના સંક્રમિત દર્દીઓની પ્રતિદિન વધતી સંખ્યા અને હોસ્પિટલમાં એડમિશન માટે દર્દીઓની લાગતી લાંબી લાઇન અને એમની તકલીફોને સાંભળી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે રાષ્ટ્રધર્મ પ્રત્યેની સદ્ભાવનાથી તત્ક્ષણ એક ક્રાંતિકારી અને અન્નય નિર્ણય લઇ લીધો.

મુંબઇના કાંદિવલી (વેસ્ટ), મહાવીરનગર સ્થિત ૫ માળનું ૪૫,૦૦૦ સ્કવેર ફીટનું પોઝિટીવ પાવર હાઉસ સમાન જૈન ધર્મસંકુલ ‘પાવનધામ’ને કોરોના ગ્રસ્ત દર્દીઓને શાતા અને સાનુકુળ સારવાર માળે એવા શુભ ભાવ સાથે, પાવનધામના પ્રમુખ દિનેશભાઇ મોદીને કોવિડ કેર સેન્ટર બનાવવાની પ્રેરણા કરતાં ગત શનિવારે સવારે અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાવનધામ કોવિડ કેર સેન્ટરનું ઉદ્ધાટન પૂર્વ હેલ્થ મિનિસ્ટર ડો. દીપકભાઇ સાવંતે કર્યુ હતું.

જૈન ધર્મસંકુલ ‘પાવનધામ’ને કોવિડ કેર સેન્ટર બનાવવા માટે ગોપાલભાઇ શેટ્ટી (ઉતર મુંબઇના એનપી)અને મુંબઇમાં સારવાર કેન્દ્રો બનાવવાની જેમને જવાબદારી સોં૫વામાં આવી છે. એવા પરાગભાઇ શાહ (ધાટકોપરના એનએલએ)એ અથાગ પ્રયત્નો કર્યા છે.

‘પાવનધામ’ સેવા માટે નિરામય સેવા ફાઉન્ડેશનને નિ:શુલ્ક સોપવામાં આવ્યું છે.

કોવિડ કેર સેન્ટરના શુભારંભ અવસરે અગ્રણી મહાનુભાવો વિલાસભાઇ પટનીસ, સુનિલભાઇ રાણે, મનીષાભાઇ, પ્રવીણભાઇ દહેદર, વિજયભાઇ ગિરકર, પ્રવીણભાઇ શાહ આદિ ઉપસ્થિત રહેલ.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવએ વિડીઓ મેસેજમાં ફરમાવ્યું હતું કે, કોરોના યુધ્ધમાં કોઇ સંક્રમિત છે તો કોઇ સહાયક બને છે. સરકાર, સેવાભાવી સંસ્થાઓ એનજીઓ આદિ કોરોના યુધ્ધ સામે વિજયી બનવા પુરુષાર્થ કરે છે, ત્યારે આજે આનંદ છે કે પાવનધામ ધર્મસંકુલ સેવાના સતકાર્યમાં, પરમાત્માનું ધામ, પરમાત્માના સંતાનની સેવામાં ઉપયોગમાં આવી રહ્યું છે. જે દર્દી હોય તે નારાયણ હોય. પરમાત્માનું ‚પહોય અને એમની સેવા કરનાર ડોકટર્સ પણ પરમાત્માનું એકસ્વ‚રૂપ હોય છે. અમારી એજ પ્રેરણા છે રાષ્ટ્રધર્મ નિભાવીએ. જો રાષ્ટ્ર બચશે તોજ ધર્મ બચશે.

આ અવસરે સખત મહેનત કરી ૫ દિવસમાં કોવિડ કેર સેન્ટર બનાવનારા ગોપાલભાઇ શેટ્ટીએ સેન્ટરની સંક્ષિપ્ત ‚પરેખાઆપીહતી. પરાગભાઇશાહએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની આ રાષ્ટ્રધર્મ સદ્ ભાવના સામાન્યમાં સામાન્ય માનવી માટે મહાઉપકારક બની રહેશે. પાવનધામ કોવિડ કેર સેન્ટરનો એક ભાગ કોરોના સંક્રમિત કોઇપણ સંપ્રદાયના કોઇપણ સંત-સતીજી માટે રિઝર્વ રાખવામાં આવેલ છે. ઉપસ્થિતિ સર્વે અગ્રહી મહાનુભાવોએ પાવનધામના પ્રમુખ અને ટ્રસ્ટીઓના આભાર માન્યો છે.

Loading...