Abtak Media Google News

યુવાને પૈસા પડાવવા એટ્રોસીટીની ફરીયાદ દાખલ કરાવી: યોગ્ય તપાસની માગ

 

એસ્ટ્રોસિટીનો કેસ પૈસા પડાવવા કરાયો હોવાનું જણાવી પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી મામલતદાર અને પોલીસને આવેદનપત્ર ટંકારા લતિપર ચોકડી પાસે આવેલા ડો. સવજીભાઈ ના દવાખાને દવા લેવા બાબતે બોલાચાલી બાદ દલિત યુવાને એક્ટોસિટી ની ફરીયાદ કરી હતી

ટંકારા ના ડોકટર પર થયેલ કેસ બાબતે પટેલ સમાજ એસો દ્વારા ટંકારા મામલતદાર અને પીએસઆઈને રજૂઆત મા જણાવ્યું હતું કે ટંકારામાં એસો નાના મોટા વ્યવસાય સાથે જોડાયેલા છે અને શાંતિથી ધંધા રોજગાર કરે છે પરંતુ ટંકારામાં ગઈકાલે સવજીભાઈના દવાખાને થયેલ સામાન્ય બોલાચાલીમાં દલિત યુવાન નરેશભાઈએ એટ્રોસિટી ફરિયાદ દાખલ કરવા અરજી કરેલ જેથી પટેલ સમાજ એસોની માંગણી છે કે કોઈપણ આવી ફરિયાદ દાખલ કરે તે પહેલા તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ કાર્યવાહી થાય.

ટંકારા પંથકમાં સામાન્ય બાબતે આવા વ્યક્તિઓ ખોટી ધમકી આપી ફરિયાદો કરવાની અને એટ્રોસિટી લગાડવાની ધમકી આપે છે અને પૈસાનો તોડ કરે છે નો ખુલ્લો આરોપ પણ આવેદનપત્ર મા કરવામા આવ્યો હતો અંતમાં આ મામલે યોગ્ય તપાસ બાદજ કાર્યવાહી થાય નહીતર જો કોઈ અઘટિત ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે ની ચિમકી ઉચ્ચારી હતી. જોકે આ રજુઆત મા સ્પષ્ટ કોઈ નામનો ઉલ્લેખ કરાયો નથી સાથે ડોકટર ની દવા દુકાન બાબતે છેલ્લા કેટલાક દીવસ થી દર્દી સાથે થયેલા વહેવારો ની વાતો બજાર મા વેતી થઈ છે જ્યારે ડોક્ટરો નુ કોઈ એશોસિયેશન આ બાબતે બહાર આવ્યું નથી અને કોઈ નિવેદન પણ આપ્યું નથી આ અંગે સવજીભાઈ નો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નહતો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે  આરોપી ની હજી ધરપકડ થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.