ચરોતરના પટેલે પોતાના નવા વિમાનમાં ઠાકોરજીને પધરાવી સંતોને કરાવી સફર

અમેરિકાના જ્યોર્જિયા સ્વાનાહમાં સરોવર કિનારે

રાજ્યના ચરોતર પ્રદેશના નાના એવા ગામનાં રાજૂભાઇના દિકરા લવનું સ્વપ્ન હતું કે મારે નવું પ્લેન ખરીદી તેમાં ઠાકોરજીને અને સંતો તથા તેના માતા પિતા અને દાદા દાદી વગેરને બેસાડી મુસાફરી કરાવવી.

ભગવાનની કૃપાથી અને દ્રઢ મનોબળથી તેનું સ્વપ્ન સિદ્ધ થતા સવાનાહ એસજીવીપી ગુરુકુલની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરનુ સંચાલન કરતા વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી સ્વામી, નૂતન પ્લેનમાં ઠાકોરજીને અને સંતોની પધરામણી કરાવી હતી

આ પ્રસંગે એસજીવીપી ગુરુકુલ દર્શનમ સસ્કૃત મહાવિદ્યાલયના પૂર્વ પ્રાધ્યાપકો પુજારી તુષારભાઇ વ્યાસ અને અંકિતભાઇ રાવલે જનમંગલ સ્તોત્ર અને વેદના ગાન સાથે નૂતન વિમાનની બેય પાંખે કુમકુમનો ચાંદલો સાથિયા કર્યા હતા.સંતોએ પ્લેનમા ઠાકોરજીને પધરાવી શ્રીફળ વધેરીને આરતિ ઉતારી હતી.

Loading...