Abtak Media Google News

સરદાર જયંતિ ઉજવણી સાથે સરપંચનો સંકલ્પ

સરપંચની જાહેરાતને બિરદાવતા ગ્રામજનો, સમાજ શ્રેષ્ઠીઓ

ગામમાં વાઇફાઇ, ટીપરવાન, સેનેટરી પેડ મશીન જેવી સુવિધાઓ બની ઉપલબ્ધ

રાજકોટ તાલુકાનું ઝડપભેર વિકાસ પામતું મોટામવા ગામ અત્યારે અનેક સુવિધાઓથી સજજ બન્યું છે. આ ઉપરાંત બીજી અન્ય સગવડતાઓ ઉમેરાય છે. જેમાં ટીપરવાન, વાઇફાઇ સુવિધા, સેનેટરી પેડ મશીન વિવિધ જગ્યાએ મુકયા છે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં ગામના સરપંચ વિજયભાઇ કોરાટનો બહુમુલ્ય ફાળો છે. જયારે તેઓ સરપંચ બન્યા ત્યારથી ગામને અનેક સુવિધા સંપન્ન બનાવવાનો સંકલ્પ લીધેલો છે.

તાજેતરમાં દેશભરમાં અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૩માં જન્મ જયંતિ શાનદાર રીતે ઉજવાઇ છે અને કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ થયું છે. સરદાર જયંતિની મોટામવા ગામમાં પણ ગૌરવ ભેર ઉજવણી થઇ હતી.2 10 ત્યારે આ અવસરે ગામના યુવા સરપંચ વિજયભાઇ કોરાટે ગામની સાસરે જતી દરેક પટેલ સમાજની દિકરીને રૂ ૧૦,૦૦૦ ની ભેટ આપવામાં આવશે તેવી જાહેરાત કરતા ગ્રામજનો, અગ્રણીઓએ આ પ્રેરણાદાયી સંકલ્પને વધાવી લીધો હતો.3 8આ પ્રકારનું ઉમદાકાર્ય પ્રથમ વાર સરપંચ વિજયભાઇ કોરાટ દ્વારા થશે આ પ્રકારના ઉમદા કાર્ય બદલ પટેલ સમાજ ગૌરવ અનુભવી રહ્યું છે. અને મોટામવા ગામના સરપંચ વિજયભાઇ કોરાટને શુભેચ્છા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.