ત્રણેય ઝોનમાં પેચવર્કનો ધમધમાટ:ખાડાઓ રૂ.૪૭.૫૦ કરોડ સ્વાહા કરી જશે !

૧૭૨૬ મેટ્રીક ટન ડામરથી ૨૩૩૮૦ ચો.મી. રોડ પરના ખાડા બુરાશે:બાંધકામ સમિતિ ચેરમેન મનીષ રાડીયા

શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તાઓમાં ડી.આઈ. પાઈપલાઈન, ગેસ, વીજ કંપની, ટેલીફોનના અન્ડરગ્રાઉન્ડ કેબલની કામગીરીને લીધે પડેલા ચરેડા બુરવા માટે મહાપાલિકા દ્વારા કુલ રૂ.૪૭.૫૦ કરોડના ખર્ચે શહેરના ત્રણેય ઝોનમાં વોર્ડવાઈઝ પેચવર્કના કામો શરૂ કરવામાં આવ્યા  છે. જે અંતર્ગત વેસ્ટ ઝોનમાં કોટેચા ચોક, કે.કે.વી. ચોક, કાલાવડ રોડ, અર્ચના પાર્ક મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ઓમનગર સર્કલ, બાલાજી સર્કલ, ગોવિંદરત્ન બંગલો રોડ, પુનીતનગર, ૮૦ ફૂટ રોડ, રૈયાધાર રોડ, વિદ્યાકુંજ મેઈન રોડ, જલારામ રઘુકુળ હોસ્પિટલ રોડ, જલિયાણ બંગલો સોસાયટી, સાધુવાસવાણી રોડ તથા ગંગોત્રી મેઈન રોડ, ઓમનગરથી મવડી ચોક રીંગ રોડ, પુનીતનગર સર્કલ, પુનીતનગર મેઈન રોડ, પંચરત્ન પાર્ક, પંમવટી સોસાયટી, વસંત વિહાર મેઈન રોડ, તોરલ પાર્ક મેઈન રોડ, ગુંજન વાટિકા મેઈન રોડ, કાલાવડ રોડ-મોટામવા, મવડી મેઈન રોડ-બાપા સીતારામ ચોક વિગેરે વિસ્તારમાં ૬૭૪ મે.ટન જથ્થાનો ઉપયોગ કરી કુલ ૭૧૮૦ ચો.મી.માં ડામર પેચવર્ક કામ કરવામાં આવશે તેમ મહાપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ જણાવ્યું છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે,સેન્ટ્રલ ઝોનમાં એરપોર્ટ રોડ, રેલનગર મેઈન રોડ, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, ગોંડલ ચોકડી, ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપ, જીલ્લા પંચાયત ચોક, મક્કમ ચોક, રેલનગર પેટ્રોલ પંપ રોડ, વિદ્યાનગર મેઈન રોડ, કિશાનપરા ચોક, ચિનોય રોડ, ગોકુલીયાપરા, ગુરુદ્વારા પાસે વિગેરે વિસ્તારમાં ૪૪૩ મે.ટન જથ્થાનો ઉપયોગ કરી કુલ ૭૧૬૦ ચો.મી.માં ડામર પેચવર્ક કામ કરવામાં આવશે.

જયારે ઈસ્ટ ઝોનમાં કુવાડવા રોડ, પારેવડી ચોક, ભાવનગર રોડ અને પૂજિત રૂપાણીવાળો રોડ, બાપુનગર ચોક, જંગલેશ્વર સ્મશાન, ગોકુલનગર, પરસાણા મેઈન રોડ, મોરબી રોડ, બેડી ચોકડી, સંતકબીર રોડ, પ્રદ્યુમન પાર્ક રોડ, ૮૦ ફૂટ રોડ, દેવપરા, મેહુલનગર માર્ગ નં.૨, કોઠારીયા રોડ, રાધા મીરા રોડ, પેડક રોડ, લાખેશ્વર રોડ, વિવેકાનંદનગર, મહેશ્વરી સોસાયટી, ભોજલરામ મેઈન રોડ વિગેરે વિસ્તારમાં ૬૦૯ મે.ટન જથ્થાનો ઉપયોગ કરી કુલ ૯૦૪૦ ચો.મી.માં ડામર પેચવર્ક કામ કરવામાં આવશે.

આ ઉપરાંત  વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં ૧૭૨૬ મે.ટન ડામરના જથ્થાનો ઉપયોગ કરી કુલ ૨૩૩૮૦ ચો.મી.માં ડામર પેચવર્ક કામ કરવામાં આવશે.

Loading...