Abtak Media Google News

જનતાનું શોષણ કરવા બદલ બાબા રામદેવને ૧૦ લાખનો દંડ

બાબાને બોધપાઠની પહેલી લપડાક પડી: ગ્રાહક સુરક્ષા મંડળ

મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ સી.વી. કાર્તિકેયર દ્વારા બાબા રામદેવના પતંજલી આયુર્વેદ અને દિવ્ય યોગા મંદિર ટ્રસ્ટને કોરોનીલ ટીકડી માત્ર શરદી, ઉઘરસની દવા હોવા છતાં પોતાના ટ્રેડમાર્ક સાથે કોવિડ-૧૯ ની સારવાર માટેની દવા હોવાની ખોટી અને લોકોને ગેરમાર્ગે દોરનારી જાહેરાત- જાહેર ખબર કરવા બદલ ગત તા. ૬-૮ ના રોજ રૂ. ૧૦ લાખનો દંડ ફટકારેલ છે. આ દંડની રકમ તા. ર૧-૮ સુધીમાં ચુકવી આપવા આદેશ કર્યો છે. આ દંડની રકમ પૈકી રૂા પાંચ લાખ આદર કેન્સર ઇન્સ્ટીટયુટ અને રૂા પાંચ લાખ સરકારી યોગા એન્ડ નેચરોપેથી મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલને ચુકવી આપવા આદેશ કર્યો છે.

ઉપરોકત પ્રકરણે થોડા સમય પહેલા બાબા રામદેવ દ્વારા પ્રેસ કોન્ઠરન્સ કરી કોરોનીલ ટીકડી કોરોનાની સારવાર માટે ટ્રેૃડ માર્ક હોવાની જાહેરાત કરવામાં આવી હતી. રામદેવે જાહેર કર્યુ હતું કે પોતાની કોરોનીલ ટીકડીથી કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં સાજા થયા છે. વાસ્તવિકતામાં કોરોનીલ-૯ર-બી અરુદા એન્જીનીઅરીંગ પ્રા.લી. ચેન્નાથી કંપની દ્વારા ટ્રેડમાર્ક ૧૯૯૩થી હતી. આમ બાબાએ ખોટો ટ્રેડમાર્ડ વાપરવાનો ગંભીર ગુન્હો કર્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે લોકોને ઉલ્લુ બનાવતા બાબાને બોધપાઠની પહેલી લપડાક મારી છે. રામદાસની કોરોનીલ ટીકડીઓ માત્ર શરદી, ઉઘરસની સારવાર માટેની દવા છે. ગ્રાહકો જાગૃત બને તેવા હેતુથી માવાણી દંપતિ દ્વારા ભારતની જનતાના હિતમાં રાગદ્રેષ વગર જાણકારી અપાઇ છે. આમ જનતાને છેતરપીંડીની કોઇપણ પ્રકારની ફરીયાદ હોઇ તો શ્રીમતિ રમાબેન આર. માવાણી (માજી સાંસદ સદસ્યા) પ્રમુખ, રાજકોટ શહેર- જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩૨૯ પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ ફોન નં. ૦૨૮૧-૨૪૭૧૧૨૨, ૨૪૭૧૧૨૦, મો. નં. ૯૪૨૬૨ ૦૧૬૧૧, ૭૦૧૬૧ ૩૧૮૭૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.