Abtak Media Google News

મોલનો એક દિવસનો વકરો શહીદોના પરિવારજનોને મદદરુપ થવા માટે અપાયો: જીલ્લા કલેકટરને સોંપવામાં આવશે ફંડ

દેશની સરહદ પર એક વીર સૈનિક ફરજ બજાવતો હોય છે ત્યારે આપણે અહીં શાંતિથી સૂઇ શકીએ છીએ અને જ્યારે આવા સૈનિકો દેશની સેવા કાજે શહિદ થાય છે ત્યારે ભારતવાસી તરીકે આપણી ફરજ છે કે તેમના પરિવારની સાથે આપણે ઉભા રહીએ પુલવામામાં જે ઘટના ધટી તેના કારણે દેશ આખો દુખી છે.ત્યારે આ વીર શહિદોના પરિવારને ફુલ નહિ તો ફુલની પાખડી આપવાનો ભારત સ્વાભિમાન સંસ્થા સંલગ્ન પતંજલિ મેગા મોલ દ્રારા લેવામાં આવ્યો છે.

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા સૌરાષ્ટ્રના એકમાત્ર પતંજલિ મેગામોલના માલિક અને ખેડૂત ડેકોરાવાળા લક્ષ્મણભાઇ પટેલે પણ પોતાના મેગા સ્ટોરની  એક દિવસની આવક શહિદોને નામ કરી છે..૧૯ જાન્યુઆરી ૨૦૧૯ને મંગળવારે એટલે કે શિવાજી મહારાજની જન્મજયંતિ પર  આખા દિવસમાં થયેલી એક લાખથી સવા લાખ રૂપિયાની આવક શહિદોના પરિવારજનોને આપવામાં આવશે.આજે પતંજલિ સ્ટોર ખાતે શહિદ પરિવારોને શ્રધ્ઘાંજલિ આપવામાં આવી હતી જેમાં ભારત સ્વાભિમાન સંસ્થા અને પતંજલિ યોગના સૌરાષ્ટ્રભરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે  ઉપસ્થિત.લક્ષ્મણભાઇ પટેલે જણાવ્યુ હતુ કે દેશની સેવા કાજે જે વીર સપૂતો શહિદ થયા છે તેના પરિવાર સાથે અમે ઉભા છીએ..આ ધડીમાં કોઇપણ જાતિ ધર્મ કે પ્રાંત ભુલીને દેશ એક થઇને આતંકીઓ સામેની લડાઇમાં ઉભા છીએ.આ સહાય શહિદોના પરિવારજનોને પ્રત્યેની સંવેદના છે.પતંજલિનો હંમેશાથી ઉદ્દેશ રાષ્ટ્ર ભક્તિ રહ્યો છે અને આજ રાષ્ટ્રભક્તિના હિતમાં આ કાર્ય કરવામાં આવ્યુ છે.

દરેક દેશવાસીઓ શહીદ જવાનોના પરિવારજનોને મદદ કરવા આગળ આવે: લક્ષ્મણભાઈ પટેલ

Vlcsnap 2019 02 20 12H21M59S198

આ કાર્યક્રમના આયોજક લક્ષ્મણભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પતંજલી પરીવાર દ્વારા વીર જવાનો અમર શહિદોને શ્રદ્ધાંજલી આપવા માટે પતંજલિ મેગા મોલનો જે એક દિવસનો વેપાર કે વકરો જે થાય એ હલ નહીં પણ ફુલની પાંખડી સ્વરૂપે અમર શહિદોની નિધીમાં આપવાનું પતંજલી પરીવારે નકકી કર્યું છે અને તેના અનુસંધાને પતંજલિ પરિવાર દ્વારા આપણા વિર સપુતોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. અમારા બહેનો ભાઈઓ બધા પધાર્યા છે. આ તકે હું દેશવાસીઓને એક વિનંતી કરુ છું કે, આજે દેશ એક ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.

દરેક રાષ્ટ્રપ્રેમીના દિલમાં આગ છે કે બસ આનો બદલો લેવો જ જોઈએ. આવા પ્રસંગે આપણે આપણા મંદિરે, મસ્જીદે કે ગુરુદ્વારમાં એ આપણા પોતાના માટે જે દુવા માગવા જાય ત્યારે આપણા જવાનો માટે પણ દુવા માગશું અને બપોરે જમતી વખતે ખેડુતોને અને સુતી વખતે આપણા સૈનિકોને હંમેશા યાદ આપી એક સેલ્યુટ મારશું. આજની તકે આપણે બધા ખંભે-ખંભા મીલાવી રાષ્ટ્ર પર આવેલી આપતિને આપણા અવસરમાં પલટાવી અને આપણા દુશ્મનોને જડબાતોડ જવાબ આપવો એજ સંકલ્પ હોવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.