Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં બસ સ્ટોપ છે ત્યાં ટેમ્પરેચર ગન ન હોવા ના કારણે બસમાં મુસાફરોને બહાર ગામ જવા ફરજીયાત બસ સ્ટેન્ડ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે.

હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાવાયરસ ના સતત દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધી રહ્યા છે તે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે અને ખાસ કરીને છૂટછાટ આપવામાં આવી છે તેના કારણે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે હાલમાં પણ ગુજરાતમાં રોજ 500થી વધારે કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે.
ત્યારે બીજી તરફ વાત કરે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાવાયરસ ના સતત પોઝીટીવ કેસો સામે આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાવાયરસ ના 119 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે એક પ્રકારે સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગ પણ ચિંતા માં મુકાયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત કોરોનાવાયરસ ના વધતા જતા કેસોથી લોકોમાં પણ એક પ્રકારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ત્યારે અનેક બજારમાં ઈચ્છા આપવાના કારણે જિલ્લાની બજારોમાં ભીડ અને સોશિયલ ડીસન્સી નું અભાવના કારણે જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે વાત કરીએ તો ફક્ત સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં ૫૦થી વધુ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાવા પામ્યા છે ત્યારે જિલ્લાની અનેક સોસાયટીઓ અને અનેક વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને covid-19 વિસ્તારમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં જો આવું જ રહેતો સુરેન્દ્રનગર જિલ્લામાં આ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી શકે તેવી પૂર્ણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
ત્યારે ખાસ કરી lockdown બાદ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન દ્વારા એસટી બસો ફરી એક વખત પુનઃ રીતે શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોટાભાગના રૂટોની બસ હાલમાં શરૂ કરવામાં આવી છે ત્યારે પેસેન્જરો દ્વારા આ બસોમાં મુસાફરી પણ કરવામાં આવી રહી છે ખાસ કરી વાત કરતો સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌ થી વધારે રૂટની બસો શરૂ કરવામાં આવી છે.
ત્યારે ખાસ સુરનગર જિલ્લાના બસ સ્ટેન્ડ માં પ્રવેશ મેળવતા મુસાફરો નું ટેમ્પરેચર ગન દ્વારા તાપમાન માપીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જો ટેમ્પરેચર વધુ આવે તો તેમને બસ સ્ટેન્ડમાં કે બસમાં મુસાફરી કરવા માટે પરવાનગી આપવામાં આવી રહી નથી અને તેમને બસ સ્ટેન્ડ બહાર મોકલવામાં આવી રહ્યા છે..
પરંતુ બીજી તરફ સ સુરેન્દ્રનગર જિલ્લામાં ટેમ્પરેચર ગન ની સંખ્યા ઓછી હોવાના કારણે બસ બસ બસ સ્ટેન્ડ થી ઉપડયા બાદ ગામમાં આવેલ સ્ટોપ ઉપર ઉભી રહેતી નથી તેના કારણે મુસાફરોને ફરજિયાત બસ સ્ટેન્ડ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે ત્યારે ખાસ કરી વાત કરીએ તો જેટલું ગ્રામ્ય વિસ્તારમાં જવાનું બસ નું ભાડું છે તેટલું રીક્ષા ભાડું બસ સ્ટેન્ડ પહોંચવા માટે લોકોને થઈ રહ્યું છે.
Screenshot 3 10જિલ્લામાં ટેમ્પરેચર ની સંખ્યા ખૂબ નહિવત હોવાના કારણે જિલ્લાના અનેક સ્ટોપ ઉપર બસ ઉભી રાખવામાં આવતી નથી જેના કારણે મુસાફરોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ એન.ટી.એમ હાઈ સ્કુલ બસ સ્ટોપ રાજકોટ રોડ ઉપર આવેલ બસ નો સ્ટોપ અને જિલ્લામાં આવેલા અનેક બસ સ્ટોપ ઉપર ટેમ્પરેચર ગન ના અભાવેબસો ન ઉભી રહેતી હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે અને ફરજિયાત બસ સ્ટેન્ડ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ટેમ્પરેચર ગન ના અભાવે પેસેન્જરો ભરવા પણ બસ ઉભી રહેતી નથી..

ખાસ કરી કોરોનાની મહામારી સામે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે અને વધી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાવાયરસ ના અત્યાર સુધીમાં 117 કેસો નોંધાવા પામ્યા છે જિલ્લામાં એક પ્રકારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે..
ત્યારે હાલમાં એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની એસ ટી ઓ ફરી શરૂ કરવામાં આવી છે અને મોટા ભાગની રૂટો ની બસો ફરી પુનઃરીતે શરૂ  કરવા માં આવી છે. જ્યારે ખાસ કે બસમાં ટેમ્પરેચર માપીને જ ત્યારબાદ જ બસમાં પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવીશ ટેમ્પરેચર ગન ન હોવાના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં બસમાં પેસેન્જરોને પ્રવેશ મેળવવા દેવામાં આવી રહ્યો નથી..
ત્યારે જો કોઈ ગ્રામ્ય વિસ્તારના પેસેન્જરને અન્ય ગામ જવું હોય તો ફરજિયાત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ બસ સ્ટેન્ડમાં ધક્કો ખાવો પડી રહ્યો છે આગામી સમયમાં તંત્ર દ્વારા આવી ટેમ્પરેચર ક્યાં આપ એસટી વિભાગને ફાળવવામાં આવે તેવી લોક માંગ ઊભી થવા પામી છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.