દીવમાં સહેલાણીઓએ તહેવારોની મન મૂકીને મજા માણી…

નાગવાબીચ, જલંધર બીચ, ગંગેશ્ર્વર મંદિર, ચર્ચ, કિલ્લો વગેરે પ્રચલિત સ્થળોએ લોકો ઉમટ્યાં

દીવને સૌરાષ્ટ્રનુ  મીની ગોવા ગણવામાં આવે છે. આમ તો શનિ-રવિમાં સહેલાણીઓ ની  અવરજવર ચાલુ જ હોય છે પણ ખાસ કરીને દિવાળીની રજાઓમાં હજારોની સંખ્યામાં પર્યટકો દીવ ની મુલાકાતે આવતા હોય છે.

આ વર્ષે કોરોના મહામારી ને કારણે છેલ્લા આઠ મહિનાથી દીવ સૂમસામ ભાસતું હતું. દીવ  એક પર્યટક સ્થળ હોવાને કારણે પર્યટકોની અવર-જવર બંધ થતા મોટા ભાગના ધંધા ને તેની માઠી અસર થઇ હતી.

પરંતુ હાલ દિવાળીના તહેવારો ની રજાઓમાં  મોટી સંખ્યામાં પર્યટકો દીવ ની મુલાકાતે આવ્યા અને મન મૂકીને આ દિવાળીના તહેવારની રજા માણી હતી. તેથી કહી શકાય કે દીવના અર્થતંત્રને  ફરી થોડો વેગ મળ્યો છે.

જેમાં ખાસ કરીને દીવના નાગવા બીચ, જલંધર બીચ ગંગેશ્વર મંદિર, ચર્ચ, કિલ્લો વગેરે પ્રચલિત સ્થળો પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. દીવ આવનાર સહેલાણી ઓ મન મૂકીને દીવના દરેક સ્થળની મજા લેતા નજરે પડ્યા હતા.

ખાસ નોંધનીય બાબત એ છે કે કોરોના હજી ગયું નથી માટે દીવ ફરવા આવનારા પર્યટકો તેમજ ખાસ કરીને દીવના સ્થાનિક લોકોએ સાવચેતી વર્તવી ખૂબ જ જરૂરી છે. જો લોકો બેપરવાહ બની જશે તો કોરોના ફરી દીવમાં પ્રવેશી શકે છે. માટે સાવધાની રાખવી એ આપણા સહુની  નૈતિક જવાબદારી છે.

Loading...