Abtak Media Google News

પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારે ભકિતભાવથી થઈ રહી છે આજે ત્રીજા દિવસે દેરાસરોમાં જૈનો ભાવવિભોર બન્યા છે

જૈનોના પવિત્ર પર્વ પર્યુષણ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટનાં અનેક દેરાસરોમાં મહાવિર સ્વામિની અલગ અલગ આંગી અને મહાઆરતી યોજવામાં આવી હતી. જેમાં વિમલનાથ સ્વામી જૈન દેરાસર ખાતે પણ ફૂલ પત્તીની આંગી યોજવામાં આવી હતી.

ટ્રસ્ટી અને ક્ધવીનર વિમલનાથ દેરાસર વિપુલ વિનયચંદ્ર દોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે

Vlcsnap 2018 09 08 11H03M33S123પર્યુષણ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી વિમલનાથ દેરાસરમાં થઈ રહી છે. રોજ નવી નવી આંગીઓ થાય છે. પરમાત્માના વર્ષમાં એક જ વખત આવતા આ મહા પર્વ જૈનો માટે ખૂબજ અગત્યનો પર્વ છે. આજ દિવસ બધા જ જૈનો ખૂબજ ઉલ્લાસ અને આનંદથી આ પર્વ ઉજવે છે. વિમલનાથ જીનાલયમાં દર બુધવારે વિમલનાથ પરમાત્માની આંગી સમુહ આરતી અને પ્રભાવના બાવને બાવન રવિવાર થાય છે.

દર રવિવારે પૂજા કરવા આવતા બાળકોને આવા પ્રભાવના કરવામાં આવે છે. તેમજ ઘંટાકરની સુખડી પણ ધરવામાં આવે છે. જેટલા બાળકો આવે તેમને પ્રસાદી પણ આપવામાં આવે છે. તે ઉપરાંત મણીભદ્ર વિરની સુખડી દરેક સુદ પાંચમે કરવામાં આવે છે. રાજકોટનું એક જ એવું જીનાલય છે જયાં દર્શન કરવા આવતા ભાવિકોને પર્યુષણ પર્વ દરમિયાન ખૂબજ પ્રભાવના આપવામાં આવે છે.

નયના મહેતા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કેVlcsnap 2018 09 08 11H03M48S21

તેમની એક ટીમ છે.ના દ્વારા આંગી અને રંગોળી કરવામાં આવે છે. દર વખતે અલગ અલગ થીમથી આંગી કરવામાં આવે છે. ઉપરાંત રોજેરોજ અલગ અલગ એક દિવસ ચાંદી, મોતી, ડાયમંડ એમ અલગ અલગ આંગી કરવામાં આવે છે. ખાસતો પર્યુષણના બીજા દિવસે ફુલ-પત્તી આંગી કરવામાં આવી હતી પર્યુષણ પર્વને લઈ જૈન સમાજમાં ખૂબજ ઉત્સાહ ઉલ્લાસ છે.

નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જૈન તીર્થ મેનેજર દિનેશભાઈ શાહે જણાવ્યું હતુ કે,Vlcsnap 2018 09 08 11H09M57S128

શ્રી નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જૈન તીર્થ આચાર્ય પરવવિજય સૂરેશ્ર્વર મહારાજ અને ભાનુરાજ વિજયજી મહારાજની ઉપસ્થિતિમાં પર્યુષણ પર્વ પ્રસંગે ખુબ સુંદર આરાધના કરાવી રહ્યા છે. જયારે નાગેશ્ર્વર પ્રાર્શ્ર્વનાથ જૈન તીર્થધામ સવારે ૭ થી ૮ વ્યાખ્યાન ત્યારબાદ સાંજે ૭ થી ૮ પ્રતીક્રમણ સાંજે ૮ બાદ ભાવના અને રાતે દેરાસર માંગલીક આરતી કાર્યક્રમ હોય છે. અને દરરોજ સાંજે ૭ વાગે વિવિધ પ્રકારની ભગવાનની આંગીની રચના કરવામાં આવે છે. આજના દિવસે શ્રી પાર્શ્ર્વનાથ ભગવાનની આંગી ડો. હરિશભાઈ મહેતા તરફથી કોટન પર લેસ અને ટીકા જડીત આંગી કરવામાં આવી છે. અને નાગેશ્ર્વર પ્રાર્શ્ર્વનાથ જૈન તીર્થને ફૂલહારઅને રોશનીથી શણગાર કરવામાં આવ્યા છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શ્રમજીવી કાચના જીનાલયના પ્રમુખ કિશોરભાઈ એ જણાવ્યું કેVlcsnap 2018 09 08 11H38M21S10

જે જે ૩૦ વર્ષથી પાયાથી ઉભુ કરેલુ શ્રમજીવી કાચના જીનાલયમાં સાતા દેવ સુભતિનાથ ભગવાનની સ્થાપના કરેલ છે. અને આ જીનાલયની અંદર અત્યારે પર્વાધિરાજ પર્યુષણની અંદર એક જ વસ્તુ છે જે ભગવાન મહાવીર એ બતાવેલી કરૂણા અને કરૂણાને કેમ પાળવી અને કરૂણા સાથે સાથે અનુકંપા અને સાથે સાથે જીવો પ્રત્યેનો ભાવ તપ, આરાધના સાથે આપણે આ ભવમાં સારામાં સારૂ કલ્યાણ કરી અને કેમ આવતા ભવનું ભાથુ બાંધવું તે માટેનું કલ્યાણકારી છે. અમારે ત્યાં દર વર્ષે સુપનુતઉછામણી થાય છે.

આ વખતે સોમવારે સવારમાં ૯.૩૦ થી ૧ દરમિયાન છે. અને બપોરનાં ૧ વાગ્યા પછી સાધવી ભકિત સંઘજમણ ત્યારબાદ પર્યુષણ થયે પારણાનું સંઘજમણ છે. આ ઉપરાંત કાયમી દર પૂનમે ફકત ગુજરાતની અંદર કારતકી પૂનમ પાલીતાણામાં થતી હોય છે. અમારે ત્યાં દર મહિને દર પૂનમે સારામાં સારી મીઠાઈ અને ૪૦૦થી ૫૦૦ સાધવીકો હોય છે.

રાજકોટમાં શ્રમજીવી કાચના જીનાલય મહત્વનું છે. અત્યારે રોજ ૩૦૦થી ૪૦૦ મહિલાઓ પ્રતિક્રમણમાં પધારે છે. ભાઈઓ પણ આઠે આઠ વિસ સાધના માટે પધારે છે. સકળ સંઘને અમારી વિનંતી છે કે આ કાચના જીનાલયની અંદર ખાસ પ્રકારની પૂજા અને સાથે સાથે ભગવાનની પ્રભુ ભકિત અને સારામાં સારી આંગી પ્રભુની અંગરચના થશે. આજે અમે ચાંદીના વરખની આંગી કરેલી છે. અને એ આંગીની અંદર પ્રભુ ભકિતની અંદર ભાવ આવી જાય પ્રભુને આ આંગીનો શોખ નથી પરંતુ આ આંગી કરવાથી પ્રભુ કેવા દિદીપ્તયમાન બને છે અને દિદીપ્તયમાન બનતાની સાથે સાથે માણસો દર્શન કરી પોતાના આત્મનું કલ્યાણ કરે છે. પાવનકારી થાય તેવી અમારી ભાવના છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શીતલનાથ દેરાસરના ટ્રસ્ટી કાંતીભાઈ ગડેચાએ જણાવ્યું કે,Vlcsnap 2018 09 08 11H15M37S212

સિધ્ધનાથ દાદાની છત્રછાયા છે. એની અંદર અમે જયારે પર્યુષણ મહાપર્વ આવે ત્યારે દરરોજ ડાયમંડની આંગી કરીએ છીએ. અહીયા દરરોજ દેરાસરે ૨૦૦થી વધુ ભક્તો સવાર-સાંજ આવે છે. દેરાસરે વ્યાખ્યાન પ્રવચનો મહાસતીજીના ચાલુ છે અને સાંજે પ્રતિક્રમણ પણ ચાલુ છે. ધાર્મિક દરેક ક્રિયાઓ સવારે ૫ વાગ્યાથી શરૂ થઈને રાતના ૯ વાગ્યા સુધી ભક્તિ પૂજા કરવામાં આવે છે.

પારસધામ દેરાસર અને બાવન જીનાલયમાં અદ્વિતિય આંગી

20180907200924 Img 3001નિર્મલા કોન્વેન્ટ રોડ પર ફાયર સ્ટેશન પાછળ આવેલા પારસધામ દેરાસર તેમજ શકિતનગર મેઈન રોડ પર રોયલ પાર્ક પાસે આવેલા બાવન જીનાલયમાં પર્યુષણ મહાપર્વ નિમિતે અદ્વિતિય આંગી કરવામાં આવી હતી આ આંગી દર્શન માટે મોટી સંખ્યામા ભાવિકોએ ઉમટી પડીને ધન્યતા અનુભવી હતી.20180907201132 Img 3002

જે દિવસે દિલના પ્રદુષણ દૂર થાય ત્યારે પર્યુષણ સાર્થક થાય: રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ

Hpa 1178ડુંગર દરબારમાં આવતીકાલે હજારો બાળકો કરશે બાલ આલોચના: સોમવારે રાષ્ટ્રસંત નમ્રમુનિના સાંનિધ્યે ઉજવાશે પ્રભુ વીરનો જન્મોત્સવ

પર્વાધિરાજ પર્યુષણ પર્વના ત્રીજા દિવસે પુણ્યઆત્મા એવા તમામ પૂજ્ય ગુરુદેવો-દિવ્યત્માઓના જય જયકાર સાથે મંગલ પ્રારંભ થયો હતો. સઁઘપતિ તરીકે અશોકભાઈ જોશીના પરિવારે પૂ.ગુરુદેવના આશીર્વચન સાથે આજનો લાભ લીધો હતો.અહો જિન શાસનમના નાદ તેમજ ગુજરાત રત્ન પૂજ્ય ગુરુદેવ સુશાંતમુનિ મહારાજ સાહેબના મંગલાચરણી ધર્મ સભાનો પ્રારંભ થયો હતો.પાંચમા આરામાં પ્રભુને પામવા માટે સાધનાની જરૂર પડે કે સેવાની? પૂ.ગુરુદેવે ભાવિકોને આ પ્રશ્નથી ધર્મબોધની શરૂઆત કરી હતી.પોતાના આત્મ તત્વને પરમાત્મા સાથે ભેળવવું હોય તો જરૂર છે સેવાની. સંપત્તિી જ સેવા થઈ શકે એ ભ્રમને દૂર કરી અને સેવાનો ભાવ ઉત્પન્ન કરવો તે સાચી સાધના છે.

પૂ.ગુરુદેવે સેવાનો મહિમા સમજાવતાં ફરમાવ્યું હતું કે,જેમ દેહ પર એક પણ વસ્ત્ર ન હોય અને પુષ્કળ ઘરેણાં પહેર્યા હોય તે સ્થિતિ સારી કે, એક પણ ઘરેણું ન હોય અને બે વસ્ત્રો પહેર્યા હોય તે સ્થિતિ ?? ધર્મક્ષેત્રમાં કલાકોના કલાકો વિતાવતાં હોય,આરાધનાના આભૂષણો પહેર્યા હોય અને માનવતાના થવો ન પહેર્યા હોય તો તે આરાધનાની યોગ્યતા રહેતી નથી. સાચા સેવકે રોજની સવાર પરર્માથી શરૂ કરવી જોઈએ.જૈનત્વની જ્ઞાનધરા આપતાં પહેલાં પૂ.ગુરુદેવે સજ્જનત્વની જ્ઞાનધરા આપી હતી.સાચા ભાવિકે પોતાના આત્માને પૂછવું જોઈએ કે,હું જૈન છું?,જન છું?કે સજ્જન છું? પૂ.ગુરુદેવે જીવનની ગોલ્ડન ટીપ્સ આપતાં કહ્યું હતું કે,પાંચમા આરામાં સુધરો નહીં તો વાંધો નહીં પણ બગડો નહીં તો બસ છે,પ્રભુ હદયમાં પધારે કે નહીં પણ શયતાન તો ન જ પ્રવેશવો જોઈએ.

આજના યુગની વિટમ્બણા વિશે ખૂબ જ ચિંતા વ્યક્ત કરતાં પૂ.ગુરુદેવે એક શીખ આપી હતી કે,ર્સ્વાથીના દિકરાં જુદા રહેવા જાય છે, જ્યારે પરર્માથીના દિકરાં જુદાં રહેવાનો વિચાર પણ ન કરે.જે સંપ્રદાયમાં શ્રાવકો કરતાં સેવકોની સંખ્યા વધુ હોય તે સંપ્રદાયની હંમેશા પ્રગતિ થાય છે.માટે સેવક બનીને સાધના કરીએ.સેવક એ છે જેને પ્રભુ યાદ કરે ,શ્રાવક એ છે જે પ્રભુને યાદ કરે.

સમગ્ર દેશ અને વિદેશમાં ચાલતી સેવાકીય પ્રવૃતિઓ પૈકી અર્હમ ગ્રૂપની સેવા ,સાધર્મિક મદદ,અન્નદાન,વદાન, મેડિકલ સહાય, વૃદ્ધો અપંગ વડીલોની સહાય,લુક એન્ડ લર્ન દ્વારા ધર્મનું જ્ઞાન પીરસાય,શાસન પ્રભાવક પ્રવૃતિઓ,આગમની ભક્તિ,સંબોધિ સત્સંગ,ઉવસ્સગહરમ ગૃપ,સોહમ મહિલા મંડળ, ડિવાઈન ડ્રાઈવ, જિન શાશનના ઇતિહાસને ચિરકાળ સજીવન કરવાની આરાધ્યા આર્ટ ગેલેરી, પરમ ટિફિન સેવા યોજના જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓની ભાવિકોને જાણ કરી તેમના હૃદયમાં પણ સેવાની સરવાણી ફૂટે તેવી પ્રેરણા કરી હતી.

આવતીકાલે પર્વાધિરાજ પર્વના ચર્તુ દિવસ, રવિવારે સવારે ૦૮.૩૦ કલાકે આત્મધર્મના બોધની સાથે સાથે પરિવારધર્મનો  બોધ આપીને આજ સુધી તૂટુ તૂટુ થઇ રહેલાં હજારો પરિવારોને સ્નેહ બંધને બાંધી રહેલાં હયુમન સાઇકોલોજીના જાણકાર રાષ્ટ્રસંત પૂજ્યના મુખેથી ‘પારિવારિક પ્રેમ મહોત્સવ’ અંતર્ગત પારિવારિક સદભાવના, પારિવારિક શાંતિ-સમાધિનું અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવશે.આ અવસરે પરિવારના સભ્યો પરસ્પર એકબીજાના ચરણોનું પૂજન કરીને આજ સુધી એલી ભૂલો માટે રડતી આંખે ક્ષમા માંગીને પ્રેમનું આદાન-પ્રદાન કરશે.સ્નેહના સેતુ બંધાશે, પ્રેમભીનાં દ્રશ્યો સર્જાશે, ક્ષમાનો અદભૂત નજારો દ્રષ્ટિગોચર થશે. એવા અપૂર્વ વાતવરણને માણવા, નિહાળવા અને અનુભવવા રાજકોટના હજારો ભાવિકો ઉપસ્થિત રહેશે.

પર્વાધિરાજ પર્યુષણનાં પંચમ દિવસ ૧૦.૦૯.૨૦૧૮, સોમવારે સવારે ૮:૪૫ કલાકે ડુંગર દરબાર પટાંગણમાં પ્રભુ મહાવીરનો જન્મોત્સવ તથા માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આવતીકાલે રવિવારે રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે બપોરે ૦૩.૦૦ થી ૦૫.૦૦ કલાક દરમ્યાન બાલ આલોચનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.