આ ઉત્તરાયણે ભાગ લો કાઇટ ફિલ્મ ફેસ્ટમાં અને જીતો ધમાકેદાર ઇનામો !!

સેવન્થ સેન્સ કોન્સેપ્ટસ, રેડિયો  મીર્ચીના સંયુકત ઉપક્રમે

ઉત્તરાયણના પર્વે કાઇટ ફિલ્મ ફેસ્ટનું આયોજન

ભારતમાં સંક્રાંતનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે, પરંતુ આજ વખતે કોરોનાની મહામારીને કારણે મોટાપાયે થતી ઉજવણીઓ જેમ કે, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ પર રોક લગાવી દેવામાં આવી છે. આવા સમયે સેવન્થ સેન્સ કોન્સેપ્ટસ અને રેડીયો મિર્ચી ૯૮.૩ એફ.એમ. એક સર્જનાત્મક સ્પર્ધા લઇને પ્રસ્તુત થાય છે. જેના કેન્દ્રબિંદુ પર પતંગ છે.

પતંગ ગમે ફિલ્મ બનાવવી પણ  વિષયસાથે ફિલ્મ-સ્પર્ધા ખુલ્લુ મુકતા ડિરેકટર હારિત ઋષિ પુરોહિત સ્વાનુભવ પરથી કહે છે કે સંક્રાંતની આગલી રાતે પહેલા ઉંઘ ન આવતી, અને હવે શુટીંગની આગલી રાતે નથી આવતી, આ વિચાર પરથી જ પતંગ અને ફિલ્મનું મોકટેલ બનાવવાનો આઇડિયા મજગમાં ઝળકયો.

ફિલ્મ  સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઇપણ સ્પર્ધક પતંગને કેન્દ્રમાં રાખી ૩ મીનીટની ફિલ્મ બનાવી શકે છે. એન્ટ્રી [email protected] પર મોકલી પ્રોત્સાહન ઇનામ મેળવી શકશો. ઘર બેઠા બેઠા જે ફિલ્મ ક્ષેત્રે સર્જનાત્મકતા ખીલવવા તેમજ દુનિયા સમક્ષ પોતાનું કૌશલ્ય રજુ કરવા માટેનો આ શ્રેષ્ઠ મોકો છે.

પ્રથમ વિજેતાને રૂ. પ હજારનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. દ્વિતીય ક્રમ પર આવેલા વિજેતાને રૂ. ર૫૦૦ નું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

એન્ટ્રી માટેની સમય મર્યાદા તા. ૧/૧/૨૧ થી  ૧૦/૧/૨૧ ના રાતે ૧ર વાગ્યા સુધી છે. એરોજિનલ સ્ટોરી, શુટીંગ, મ્યુઝીકને જ પ્રાધાન્ય આપવામાં આવશે. ફિલ્મને લંબાઇ ૩ મિનીટથી વધુ ન હોવી જોઇએ.

સરકારની કોઇપણ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

Loading...